Not Set/ પૃથ્વીની પાસે એવો ગ્રહ મળ્યો જ્યાં જીવન હોઇ શકે છે

વોશિંગ્ટન દાયકાઓથી પૃથ્વીની આસપાસ જીવન શોધી રહેલાં સાયન્ટીસ્ટોને એક મહત્વની સફળતા મળી છે. નાસાના ‘ગોડાર્ડ ઈન્સ્ટીટ્યુટ ફોર સ્પેસ સ્ટડીઝ’ના અતંરિક્ષ વૈજ્ઞાનિક ડેલ જેનિયોએ કહ્યું કે, અમને એક એવો ગ્રહ મળ્યો છે જ્યાં જીવન હોવાની શક્યતા હોઇ શકે છે. નાસાના વૈજ્ઞાનિકોને પૃથ્વી પાસે  જે ગ્રહ મળ્યો છે તેમાં વિશાળ સમુદ્રની સંભાવના છે. તેમજ આ ગ્રહ પર જીવન પણ સંભવ […]

World Trending
ll પૃથ્વીની પાસે એવો ગ્રહ મળ્યો જ્યાં જીવન હોઇ શકે છે

વોશિંગ્ટન

દાયકાઓથી પૃથ્વીની આસપાસ જીવન શોધી રહેલાં સાયન્ટીસ્ટોને એક મહત્વની સફળતા મળી છે. નાસાના ‘ગોડાર્ડ ઈન્સ્ટીટ્યુટ ફોર સ્પેસ સ્ટડીઝ’ના અતંરિક્ષ વૈજ્ઞાનિક ડેલ જેનિયોએ કહ્યું કે, અમને એક એવો ગ્રહ મળ્યો છે જ્યાં જીવન હોવાની શક્યતા હોઇ શકે છે.

નાસાના વૈજ્ઞાનિકોને પૃથ્વી પાસે  જે ગ્રહ મળ્યો છે તેમાં વિશાળ સમુદ્રની સંભાવના છે. તેમજ આ ગ્રહ પર જીવન પણ સંભવ થઈ શકશે. આ ગ્રહનુ નામ ‘પ્રોક્સિમા બી’ છે. આ આપણી પૃથ્વીથી ફક્ત 4.2 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. આ એક રીતે પૃથ્વીના સમાન આકાર જેવો ગ્રહ છે અને આ ગ્રહ પર તાપમાન લગભગ -90 થી30 સેલ્સિયસ ડિગ્રી વચ્ચેનું છે.

સાયન્ટીસ્ટો માને છે કે પ્રોક્સિમા બી પર વધુ સંશોધન કરવામાં આવે તો ત્યાં જીવન પણ મળી શકે ચે.

માનવામાં આવે છે કે પ્રોક્સિમા બી એવો ગ્રહ છે, જે તારાઓથી ભરેલો છો. જેના કારણે અહીંયા 24 કલાક દિવસ રહે છે અને 24 કલાક રાત રહે છે. જ્યારે જે ક્ષેત્રોમાં અંધારું હશે, ત્યાં બરફ પાણીના સ્વરુપમાં  હોઈ શકે છે. અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, આ ગ્રહ પર એલિયન હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

જો કે આ  ગ્રહની શોધ વર્ષ 2016માં થઈ હતી. આ ગ્રહને લઈને પહેલાં પણ સ્ટડી થઈ ચુક્યા છે. હા, જેટલા પણ અધ્યયન પ્રોક્સિમા બી ગ્રહને લઈ ને થયા છે, એમાં આ ગ્રહ પર પાણી હોવાના પુરાવા મળ્યા છે.

આમ, જો સાચા અર્થમાં પ્રોક્સિમા બી ગ્રહ પર વિશાળ સમુદ્ર છે અને ત્યાં જીવન શક્ય છે, તો આ વૈજ્ઞાનિકો માટે એક મોટી શોધ માનવામાં આવશે.