Not Set/ માત્ર 10 હજારમાં એસી? વાઇરલ થયેલા આ મેસેજની સચ્ચાઇ અહીં જાણો

અમદાવાદ, સોશિયલ મીડિયામાં તેમાંય ખાસ કરીને વોટ્સ એપ પર આવતા મેસેજો એવી રીતે રજૂ કરવામાં આવતા હોય છે કે તેઓ ખોટા હોવા છતાં પણ તમને સાચા લાગે. સોશિયલ મીડિયામાં અનેકો વાર એવું બન્યું છે કે તેમાં વાઇરલ થતી ખોટી માહિતીને આપણે સાચી માની લઈએ છીએ.આવો જ એક મેસજ હાલ વાઈરલ થયો છે. જેમાં દાવો કરવામાં […]

Top Stories
WhatsApp Image 2019 06 26 at 08.14.40 1 માત્ર 10 હજારમાં એસી? વાઇરલ થયેલા આ મેસેજની સચ્ચાઇ અહીં જાણો

અમદાવાદ,

સોશિયલ મીડિયામાં તેમાંય ખાસ કરીને વોટ્સ એપ પર આવતા મેસેજો એવી રીતે રજૂ કરવામાં આવતા હોય છે કે તેઓ ખોટા હોવા છતાં પણ તમને સાચા લાગે.

સોશિયલ મીડિયામાં અનેકો વાર એવું બન્યું છે કે તેમાં વાઇરલ થતી ખોટી માહિતીને આપણે સાચી માની લઈએ છીએ.આવો જ એક મેસજ હાલ વાઈરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર 10 હજારમાં સરકાર આપશે એર કન્ડિશન.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ મેસેજ તમને પણ મળ્યો હશે.આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલ ગુજરાતમાં માત્ર 10 હજાર રૂપિયામાં 1.5 ટનનું એસી જીઈબી દ્વારા વેચવામાં આવશે.આ વેચાણ 17 જુલાઈથી જીઈબીની ઓફિસમાં શરૂ કરવામાં આવશે.

આ મેસેજની સાથે એસીના કેટલાક ફોટોગ્રાફ અને એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા લોકોને રાહતદરે એસીનું વેચાણ કરવામાં આવશે.

WhatsApp Image 2019 06 25 at 9.40.20 PM માત્ર 10 હજારમાં એસી? વાઇરલ થયેલા આ મેસેજની સચ્ચાઇ અહીં જાણો

આ મેસેજ એટલો વાઈરલ થયો કે રાજ્યમાં હજારો  લોકો ઓછા રૂપિયે મળતા એસીની માહિતી મેળવા માટે જીઈબી વીજ કંપનીમાં ધસારો કરવા લાગ્યા હતા.

જો કે વાઇરલ થયેલા આ મેસેજની સચ્ચાઈ જુદી છે.હકીકત એ છે કે જીઈબી કંપની દ્વારા આવા સસ્તા એસીનું કોઈ વેચાણ કરવામાં આવનાર નથી.લોકોનો ધસારો જોઈને વીજ કંપની પણ કંટાળી ગઈ અને ખુલાસો કર્યો છે કે આ મેસેજ ખોટો છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યની વીજ કંપનીઓમાં એસી વેચાણની આવી કોઈ યોજના અમલમાં નથી.વીજગ્રાહકોને ગેરમાર્ગે દોરવા કોઈક ઈસમે આવો ખોટો મેસેજ વાઈરલ કરેલ હોય તેમ જણાય છે. આવી કોઈ જ યોજના GUVNL અને તેની સંલગ્ન વીજ વિતરણ કંપનીઓ જેવી કે મધ્યગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અમલમાં નથી.

Mantavyanews