Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ, એક્ટિવ કેસમાં થયો મોટો ઘટાડો

શનિવારે માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7,992 નવા કેસ નોંધાયા છે અને 9,265 લોકો આ મહામારીમાંથી સાજા થયા છે.

Top Stories India
કોરોનાવાયરસનાં કેસ

વિશ્વમાં કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટનો ખતરો સતત વધી રહ્યો છે. દરમિયાન, વિશ્વમાં કોરોના વાયરસનાં કેસ વધીને 26.9 કરોડ થઈ ગયા છે. વળી, મહામારીની પકડમાં 52.9 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 8.37 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં કોરોનાનાં વૈશ્વિક કેસ 269,110,185 પર પહોંચી ગયા છે. વળી, મૃત્યુઆંક વધીને 5,294,933 થઈ ગયો છે અને રસીકરણની સંખ્યા 8,372,664,881 થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ સાથે યુએસ સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જ્યારે ભારતમાં આ મામલે સારા સમાચાર આવી રહ્યા છે.

આ પણ વાંચો – નવી મુસિબત / ‘ઓમિક્રોને’ લીધો હવે નવો અવતાર, બે ભાગમાં વહેચાયો વાયરસ

આપને જણાવી દઇએ કે, શનિવારે માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7,992 નવા કેસ નોંધાયા છે અને 9,265 લોકો આ મહામારીમાંથી સાજા થયા છે. આ સાથે, દેશમાં સક્રિય કેસ હવે કુલ કેસનાં 1% કરતા ઓછા છે, જે હાલમાં 0.27% છે અને માર્ચ 2020 પછીનાં સૌથી ઓછા છે. છેલ્લા 24 કલાકમાં 393 લોકોનાં મોત સાથે દેશમાં આ મહામારીનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,75,128 થઈ ગઈ છે. મંત્રાલયે તેના દૈનિક અપડેટમાં જણાવ્યું હતું કે, ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 93,277 છે, જે 559 દિવસમાં સૌથી ઓછો છે. છેલ્લા 24 કલાકમાં, 9,265 દર્દીઓ સંક્રમણમાંથી ઠીક થયા છે, જેનાથી કુલ ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 3,41,14,331 થઈ ગઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને 0.64% પર આવી ગયો છે, જે છેલ્લા 68 દિવસથી 2% કરતા ઓછો છે.

આ પણ વાંચો – સાવધાન! / ઓમિક્રોન વેરિઅન્ટ ઘટાડી શકે છે નેચનલ ઈમ્યુનિટી : WHO

દેશમાં શુક્રવારે 8,503 નવા કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ તેના કરતા સહેજ ઓછા છે. એક દિવસ પહેલા, નવા સંક્રમિતોની સંખ્યા 9,419 હતી. દરમિયાન, ભારતનું રસીકરણ કવરેજ લગભગ 132 કરોડ સુધી પહોંચી ગયું છે. શુક્રવાર સુધીમાં 76,36,569 લાખથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા હતા. વળી, શનિવારે 12,50,672 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.