ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે હાલ ચાલી રહેલ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયામાં જુદી જુદી કેટેગરીના બાળકોને RTE હેઠળ પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે.
જે તે કેટેગરીના બાળકો પ્રવેશ માટે પ્રમાણપત્રો નિયત સમયમાં સરળાથી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રાજકોટ શહેર વિસ્તારમાં રહેતા કુટુંબોના બાળકો કે જેને સંતાનમાં માત્ર એજ દીકરી હોય તેઓને આ અંગેનું પ્રમાણપત્ર અપાશે. આ માટેની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે.
જે અંગેની જવાબદારી આરોગ્ય શાખાના જન્મ-મરણ વિભાગના સુપ્રિટેન્ડેન્ટને સોંપવામાં આવી છે.પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા પરિવારના વાલીઓએ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ
(http://www.rmc.gov.in/rmcwebsite/docs/RTESingleGirlChild_AppliSogandnamu.pdf)
પરથી ફોર્મ ડાઉનલોડ કરી નમુના પ્રમાણે સોગંદનામું કરી રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે અરજી કરવાની રહેશે.