Ahmedabad News/ અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે વધુ એક સ્પેશિયલ ટ્રેનનું સંચાલન

ટ્રેન નંબર 01004 ની બુકિંગ 25 જાન્યુઆરી 2025 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 2025 01 24T194920.456 1 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે વધુ એક સ્પેશિયલ ટ્રેનનું સંચાલન

Ahmedabad News : રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ને ધ્યાનમાં રાખીને,અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) વચ્ચે ખાસ ભાડા પર વધુ એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

• ટ્રેન નં. 01004/01003 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સ્પેશિયલ (બે ટ્રિપ)

ટ્રેન નંબર 01004 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2025 (સોમવાર) ના રોજ અમદાવાદથી 04.00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:30 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01003 લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ લોકમાન્ય તિલક ટર્મિનસથી 00:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.20 વાગ્યે અમદાવાદ પહોંચશે.

માર્ગ માં બંને દિશામાં આ ટ્રેન વડોદરા, ઉધના, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ અને થાણે સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 01004 ની બુકિંગ 25 જાન્યુઆરી 2025 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૈદિક મંત્રોચ્ચાર સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2નો શુભારંભ

આ પણ વાંચો: બ્રહ્મ સમાજના બિઝેનેસ સમિટનો પ્રારંભ, સીએમ રૂપાણીએ કર્યું ઉદઘાટન

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા અધ્યક્ષનો દાવો, બ્રાહ્મણોએ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો