સંસદનું ચોમાસુ સત્રના પ્રથમ ચાર સપ્તાહમાં માત્ર ગણત્રીના એટલે કે જાણકારો કહે છે તે પ્રમાણે ભલે ચાર કલાક જ કામ થયું હોય પરંતુ પાંચમા સ૬ના પહેલા દિવસે એટલે કે સોમવારે એક મહત્ત્વનો ખરડો લોકસભાએ સર્વસંમતિથી પસાર કર્યો. જાસુસીકાંડ, કૃષિખરડો, મોંઘવારી સહિતના પ્રશ્નો અંગે રોજ હોબાળો મચાવનાર ૧૫ થી વધુ વિપક્ષી સભ્યોએ સરકારને એક ખરડો પસાર કરાવવામાં સહયોગ આપ્યો. ખરડો રજૂ થયો અને લોકસભાએ સર્વાનુમતે પસાર પણ કરી દીધો. પરંતુ કોઈ દેકારો નહિ, કોઈ પોઈન્ટ ઓફ ઓર્ડર નહિ અને લોકસભાએ ખરડો પસાર પણ કરી દીધો. સામાન્ય રીતે લોકસભા કે વિધાનસભાઓમાં એવું ભાગ્યે જ બનતું હોય છે સર્વસંમતિથી ઠરાવો પસાર થાય. લોકસભામાં આવુ બન્યું તેમાંય આજે ખરડો પસાર થયો તે ૧૨૭ મો બંધારણ સુધારા ખરડો હતો. જેમાં ઓબીસીની જ્ઞાતિઓનું લિસ્ટ (યાદી) તૈયાર કરવાની જવાબદારી કે અધિકાર રાજ્યોને સોંપવાની જાેગવાઈ છે. બન્ને ગૃહોની બહાલી અને રાષ્ટ્રપતિની બહાલી બાદ આ ખરડો કાયદો બની જશે.
રાજ્યોને અધિકાર આપતા આ ૧૨૭મો બંધારણ સુધારા ખરડો કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્રકુમારે રજુ કર્યુ અને તમામ વિરોધ પક્ષોએ ટેકો આપ્યો. લોકસભામાં ભાજપ પછી સૌથી વધુ સભ્યસંખ્યા ધરાવતા હોવા છતાં જેમને ટેક્નીકલ કારણોસર (આ કારણ શાસકપક્ષે ઉભું કરેલું છે) વિપક્ષનું નેતાપદ મળ્યુ નથી તે કોંગ્રેસના અધિરરંજન ચૌધરીએ કહ્યું કે તમામ વિપક્ષોએ બેઠક કરીને આ ઠરાવને ટેકો આપવાનો નિર્ણય કરી લીધો હતો અને તેનો અમલ પણ કર્યો છે.
હવે આનું કારણ શું ? ઓબીસીનું લિસ્ટ તૈયાર કરવાની સત્તા રાજ્યોને શા માટે ? મરાઠા અનામતના મામલે સર્વોચ્ચ અદાલતે સોંપેલા ચૂકાદામાં આ બાબતની ટકોર હતી. ઓબીસી અંગે પંચ પણ હોય છે પરંતુ હવે રાજ્યો આ અંગે નિર્ણય કરી શકશે. રાજ્ય સરકારો નિર્ણય કરી શકશે. રાજ્યમાં ઓબીસીમાં ૧૪૬ જ્ઞાતિઓ છે. હવે ૨૦૧૫-૧૬માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયેલું, મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન થયેલું અને સરકારે નિર્ણય પણ લીધેલો. ગુજરાતે આર્થિક રીતે પછાત વર્ગને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય લીધેલો પણ તે માન્ય ન રહ્યો. જાે કે અનામતની ટકાવારીવાળો ચક્રવ્યૂહ હજી ભેદવાનો બાકી છે.
આમ છતાં ઓબીસીની યાદી તૈયાર કરવાનો રાજ્યોને જે અધિકાર મળ્યો છે તેના કારણે આ અગેનો માર્ગ મોકળો થયો છે. જાે કે બંધારણ નિષ્ણાતો કહે છે તે પ્રમાણે અનામતમાં ૫૦ ટકાની જે મર્યાદા છે તેને બંધારણીય સુધારો કરીને વધારવામાં ન આવે ત્યાં સુધી નિર્દિષ્ટ કે નક્કી થયેલી જ્ઞાતિઓ સિવાય કોઈને વધારાની અનામત મળી શકે નહિ. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે આ જ પ્રકારનો મુદ્દો ઉપસ્થિત થયો હતો. અત્યારે પણ આ જ બાબત મુખ્ય છે. જાે કે ભૂતકાળમાં રાજ્યોની સત્તા છીનવી લેવાનો ઠરાવ પસાર થયો હતો ત્યારે બધા એ વિરોધ કરેલો પણ એનડીએની તોતીંગ બહુમતીના કારણે પસાર થયો હતો.
આ ખરડાને જાે વિપક્ષો અટકાવે તો શાસક પક્ષને એવું કહેવાનો મોકો મળત કે વિપક્ષ રાજ્યોને ઓબીસી માટેના જે વિશિષ્ટ અધિકાર મળે છે તેના સામે વિપક્ષને વાંધો છે. શાસક પક્ષના કેટલાક નેતાઓ એવો પ્રચાર કરવાની પણ કોશીષ કરતા કે વિપક્ષ ઓબીસીને અધિકાર મળે તેનો વિરોધી છે. જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે અને ત્યારબાદ ગુજરાત અને હિમાચલમાં પણ ચૂંટણી છે તેવે સમયે વિપક્ષોને અઘરૂં પડે. તેથી વિપક્ષોએ ટેકો આપ્યો છે અને ઘણા સરકારતરફી પ્રચાર માધ્યમો કહે છે તે પ્રમાણે વડાપ્રધાન મોદીએ તેનો ફાયદો ઉઠાવી લીધો છે અને એક અન્ય અખબારે તો ત્યાં સુધી લખ્યું છે કે મોદીએ આ માસ્ટરસ્ટોક ફટકાર્યો છે.
જાે કે બિહારમાં ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણી સમયે આર.એસ.એસ.ના વડા મોહન ભાગવત દ્વારા અનામતપ્રથાના અંત માટે સૂચન કરેલું. જાે કે પ્રચંડ વિરોધ થતાં પોતાના આ સૂચનમાં ફેરફાર પણ કરવો પડેલો અને બિહારની ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એવી સ્પષ્ટતા કરવી પડી હતી કે અનામત રહેશે જ. આમ છતાં બિહારની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી અને નીતિશકુમારે કોંગ્રેસ અને આરજેડી સાથે ગઠબંધન કરીને સત્તા પ્રાપ્ત કરી હતી. એટલે ‘અનામત’ સામે ગમે તેને ગમે તેટલો વાંધો હોય પરંતુ કોઈ રાજકીય પક્ષ તેનો વિરોધ કરી શકવાનો નથી. તેથી જ તો હવે સમાજના બાકી રહી ગયેલા વર્ગો દ્વારા ‘અનામત’ની માગણી થાય છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયેલું ત્યારે અન્ય ઘણા સમાજાેએ તેમાં પુર પૂરાવ્યો હતો. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત, રાજસ્થાનમાં જાટ અનામત, કર્ણાટકમાં લિંગાયત સમાજને અનામતની યાદીમાં સામેલ કરવા માટે તયેલી માગણી આ વાતનો જીવંત પુરાવો છે તે તો નોંધવું જ પડે તેમ છે.
આ બધા સંજાેગો વચ્ચે ઓબીસી બાબતમાં સર્જાયેલી એકતા એ સર્વપક્ષીય એકતા છે. સારી વાત છે. આમ તો એવી છાપ છે કે લોકસભા અને વિધાનસભાઓમાં સાંસદો અને ધારાસભ્યોના પગાર નક્કી કરવા માટેનો ઠરાવ હોય ત્યારે જ આવી એકતા સર્જાતી હોય છે પરંતુ હવે સમીકરણો બદલાયા છે એટલે હવે પોતાના પગ નીચે રેલો ન આવે તે માટે પણ આવા સરકારી ઠરાવોને ટેકો આપવા સિવાય વિપક્ષો માટે બીજાે કોઈ વિકલ્પ રહેતો નથી.
ઘણા કહે છે કે રાષ્ટ્રના તમામ પક્ષો અંગે જાે આવી એકતા સર્જાય તો કોઈ પ્રશ્ન રહે નહી.
રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા
ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ
રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી