ગુજરાત હાઈકોર્ટે VIP પ્રોટોકોલ અધિકારીઓના વાહનોમાંથી પ્રેસ લાઈટો અને સાયરન હટાવવા માટે સાત દિવસની સમયમર્યાદા આપી છે અને જો સાત દિવસમાં લાલ લાઈટો અને સાયરન બંને હટાવવામાં નહીં આવે તો હાઈકોર્ટના આદેશની અવમાનના માટે કાર્યવાહી કરવા નોટિસ પાઠવી છે.
લાલ બત્તીઓના VIP કલ્ચરને રોકવા માટે 2014માં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. પરિણામે, રાજ્ય સરકાર અને બાદમાં 2017 માં, કેન્દ્ર સરકારે પણ સરકારી અધિકારીઓના વાહનો પર લાલ લાઇટ અને સાયરન લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
પરંતુ આ પ્રતિબંધ જાણે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ VIP પ્રોટોકોલથી ટેવાયેલા અધિકારીઓ હજુ પણ તેમના વાહનો પર લાલ લાઇટ અને સાયરન લગાવીને ફરતા હોવાની હાઇકોર્ટમાં ફરી પિટિશન થતાં હાઇકોર્ટે ગંભીર વલણ અપનાવ્યું હતું.
હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. કોર્ટે ટ્રાન્સપોર્ટ વિભાગ અને ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને લાલ લાઇટ અને સાયરન પરના પ્રતિબંધનો કડક અમલ કરાવવા તાકીદ કરી છે.
સાત દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. તેમજ સાત દિવસમાં અધિકારીઓ દ્વારા લાલ લાઈટ અને સાયરન દૂર કરવામાં નહીં આવે તો આવા અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે.
આમ, કાયદાનું પાલન કરવાની જવાબદારી ધરાવતા ઉચ્ચ અધિકારીઓ પોતે જ કાયદાનો ભંગ કરી રહ્યા છે તે જોઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. અને પ્રતિબંધનો કડક અમલ કરવા તાકીદ કરી છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો