આજે દુનિયાભરમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ (Omicron) એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 26.49 કરોડ થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને 52.4 લાખ થઈ ગયા છે. વળી, આ મહામારીને રોકવા માટે રસીકરણની સંખ્યા 8.11 અબજ સુધી પહોંચી ગઈ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી આપી છે. શનિવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની સંખ્યા અનુક્રમે 264,892,562 અને 5,242,384, 8,118,138,512 છે. વળી જો ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.
આ પણ વાંચો – બેદરકારી / જામનગર આરોગ્ય સેવાની ઘોર બેદરકારી, મૃતકનાં નામે તૈયાર કોરોના સર્ટિફિકેટ
આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 8,603 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં આ મહામારીનાં કારણે 415 લોકોનાં મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 8,190 લોકો ઠીક થયા છે, જેનાથી કુલ રિકવરીનો આંકડો 3,40,53,856 પર પહોંચી ગયો છે. અત્યારે રિકવરી રેટ 98.35 ટકા છે. ભારતમાં સક્રિય કેસલોડ હાલમાં 99,974 છે. સક્રિય કેસ કુલ કેસનાં 1 ટકા કરતા ઓછા છે, જે હાલમાં 0.29 ટકા છે. સક્રિય કેસ પણ માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. છેલ્લા 61 દિવસમાં દૈનિક પોઝિટિવિટી રેટ (0.69 ટકા) 2 ટકાથી ઓછો છે. છેલ્લા 20 દિવસનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ (0.81 ટકા) 1 ટકાથી ઓછો છે.
આ પણ વાંચો – Delhi Air Quality / ગંભીર સ્તરે પહોંચ્યુ દિલ્હીનું વાતાવરણ, લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા મજબૂર
રસીકરણનાં મોરચે, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોવિડ-19 રસીનાં 126.53 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 73,63,706 લોકોને કોરોના રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 64.60 કરોડ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં શુક્રવારે 12,52,596 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.