રિયલ મેડ્રિડ ફૂટબોલ ક્લબના દિગ્ગજ ફ્રાન્સિસ્કો ‘પેકો’ જેન્ટોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. જેન્ટોએ 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રિયલ મેડ્રિડના પ્રેસિડેન્ટ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેમના નિધનની માહિતી પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. બોર્ડ વતી એવું કહેવામાં આવ્યું હતું કે તે અમારી ક્લબ અને ફૂટબોલની દુનિયાના દિગ્ગજોમાંથી એક હતા
🙏 Our thoughts and prayers are with the family and friends of the great Paco Gento.
🏆 A veteran of two FIFA World Cups and the only man in history to win six European Cups, Gento’s loss will be mourned by the football community.@realmadriden | @SeFutbol
— FIFA.com (@FIFAcom) January 18, 2022
જેન્ટો પાસે તેમના નામે 23 ટ્રોફીનો ક્લબ રેકોર્ડ હતો, જે તેમણે 50 વર્ષથી વધુ સમય સુધી રાખ્યો હતો, પરંતુ રીઅલ કપ્તાન માર્સેલોએ રવિવારે સુપર કપ ટાઇટલ જીતીને તેના રેકોર્ડની બરાબરી કરી હતી.ફૂટબોલના ઈતિહાસમાં પેકો જેન્ટો એકમાત્ર એવો ખેલાડી છે જેણે 6 વખત યુરોપિયન કપ જીત્યો છે. તેણે 1953 થી 1971 સુધી ક્લબનું પ્રતિનિધિત્વ કર્યું. રીઅલ મેડ્રિડ ખાતેની તેની 18 સીઝનમાં, તેણે 6 યુરોપિયન કપ ઉપરાંત 12 લા લીગા, 2 સ્પેનિશ કપ, 1 ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ, 1 મીની વર્લ્ડ કપ અને 2 લેટિન કપ જીત્યા. તેણે આ સમયગાળા દરમિયાન રિયલ મેડ્રિડ માટે 600 મેચ રમી અને 182 ગોલ કર્યા.