News/ દુનિયાની સૌથી મોટી પેઇન્ટિંગ 450 કરોડમાં વેચાઇ

6300 લિટર કલરથી બનેલી દુનિયાની સૌથી મોટી કેનવાસ પેઇન્ટિંગની હરાજી દુબઇમાં થઇ

Top Stories
Untitled 134 દુનિયાની સૌથી મોટી પેઇન્ટિંગ 450 કરોડમાં વેચાઇ

ચેરીટી

6300 લિટર કલરથી બનેલી દુનિયાની સૌથી મોટી કેનવાસ પેઇન્ટિંગની હરાજી દુબઇમાં થઇ હતી. આ પેઇન્ટિંગ અંદાજિત 62 મિલિયન ડોલર એટલે કે 450 કરોડમાં વેચાઇ. આ પેઇન્ટિંગ સૌથા મોંઘી કલાકૃતિમાંથી એક છે.

આ કલાકૃતિ પેઇન્ટિંગ 17 હજાર વર્ગ ફૂટવાળી છે તેને ધ જર્ની ઓફ હ્યુમિનિટી નામ આપવામાં આવ્યું છે. જે ચાર અનબીએ-નિયમન બાસ્કેટબોલ કોર્ટના આકાર બરાબર છે.

અહેવાલ મુજબ કલાકૃતિને બ્રિટીશ કલાકાર સચ્ચા જાફરીએ બનાવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિ કોવિડ 19માં પ્રભાવિત બાળકો માટે આર્થિક સહાય થઇ શકે માટે આ કલાકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કલાકારે આ કલાકૃતિને 70 ફ્રેમોમાં વિભાજિત કરી હતી જેમાં શરૃઆતમાં 30 મિલિયન ડોલરના લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે અલગ પેનલ વેચવા માટે યોજના બનાઇ. પરતું દુબઇમાં ચેરીટી હરાજી સમય દરમ્યાન આંદ્રે અબ્દુલ નામના વેપારીએ તમામ ફ્રેમો બમણી કિંમતથી ખરીદી. આ કલાકૃતિ ખરીદનાર વેપારી આંદ્રે અબ્દુલે કહ્યું કે હું એક ગરીબ પરિવારમાંથી આવું છું, હું જાણું છું કે ખાવા માટે કશું ના હોય ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે. મને મારા માતા-પિતા અને સ્કૂલ પ્રત્યે ખુબ પ્રેમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું અનુભવી શકું છું કે આ કોરોના મહામારીથી લોકો કેવી રીતે પ્રભાવિત થયાં છે. હું આ કલાકૃતિ ખરીદું છું તેનો મને આનંદ છે .

કલાકૃતિની હરાજીના આયોજકે એક નિવેદનમાં કહ્યું કે આ પેઇન્ટિંગની કિંમત બાળકો માટે ધનરાશિ એકઠી કરવાની રકમ બેગુણી છે .આ પેઇન્ટિંગ રેકોર્ડ કરનારી બની છે આ કલાકૃતિને ગિનિજ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.