Not Set/ પાક – તાલિબાનની જોડી ભારત માટે ખતરાની ઘંટી સમાન

પીઓકેમાં તાલિબાનોએ છોડી મૂકેલા જૈશ અને લશ્કરે તોયબાના આતંકવાદીઓની રેલી અને ઈમરાનની પાર્ટીના મહિલા આગેવાને તાલિબાનો પાકિસ્તાનને કાશ્મીર…

India Trending
ભારત

અફઘાનિસ્તાનમાં તાલિબાની  શાસન આવવાથી વિશ્વના મોટાભાગના દેશો નારાજ છે. માત્ર પાકિસ્તાન અને ચીન આ બન્ને દેશો જ ખૂશ છે. કારણ કે આ બન્ને દેશો દેશો જ ખુશ છે. કારણ કે આ બન્ને દેશો ભારત સામે તાલિબાનોનો ઉપયોગ કરવા માગે છે. ખાસ કરીને યુનોમાં જેને આતંકીઓની ફેકટરી તરીકે નવાજવામાં આવ્યું છે તે પાકિસ્તાન હવે અફઘાનિસ્તાનને પણ આજ ઉપનામ મળે તેવું ઈચ્છે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને તો ખૂલ્લેઆમ અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસનને બિરદાવ્યું હતું. હવે તેના વિદેશમંત્રી અને અન્ય પ્રધાનો પણ સોગઠા ગોઠવે છે. ઈમરાનની પાર્ટી તહરીક – એ – ઈન્સાફના આગેવાન અને ઈમરાનના પરિવાર સાથે જેને કૌટુંબિક ઘરોબો હોવાનું કહેવાય છે તે નીલમ શેખ નામની મહિલા આગેવાને જે વિધાનો કર્યા તે ચિંતાજનક છે. આ પાકિસ્તાની મહિલા નેતાએ એમ કહ્યું છે કે તાલિબાનો પાકિસ્તાનને કાશ્મીર લાવી આપશે. આ વાત માનીએ છીએ તેના કરતાં વધુ ગંભીર છે. પાકિસ્તાનનું તાલિબાની સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-અહમદ જેવા કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે ઘરોબો ધરાવે છે તે વાત નવી નથી.

himmat thhakar 1 પાક - તાલિબાનની જોડી ભારત માટે ખતરાની ઘંટી સમાન

આ પણ વાંચો :ટોકિયો પેરાલિમ્પિકમાં પટેલ પાવરનો દબદબો, ભાવિના પટેલે પાક્કો કર્યો મેડલ

ઈમરાનખાનની મહિલા સાથીદારના વિધાનો તો ગંભીર છે જ, પરંતુ અખબારી અહેવાલો અને ટીવી ચેનલ પર જે કાંઈ જોવા મળ્યું, સમાચારોમાં વાંચવા મળ્યું તે વધુ ચિંતાજનક છે. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં પ્રવેશ કરતાની સાથે જ તાલિબાનોએ ઘણો કાળો કેર વર્તાવી દીધો છે. લોકોએ હિજરત પણ શરૂ કરી છે અને બહાદુર લોકોનું એક જૂથ એવું પણ છે કે જે તાલિબાનો સામે દેખાવો પણ કરે છે, પરંતુ તાલિબાનોએ કાબુલની જેલમાં પુરાયેલા ૫૦૦૦થી વધુ આતંકવાદી તત્વોને મુક્ત કર્યા. આમા તાલિબાનો પણ હતા અને લશ્કર એ તોયબા  અને જૈશ એ મહમ્મદના આતંકવાદીઓ પણ હતા. આ આતંકવાદીઓ મૂળ પાકિસ્તાનના ગેરકાયદે કબ્જા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકેના હતા. આ ત્રાસવાદી ટોળકીના સભ્યો પી.ઓ.કે.માં પરત ફર્યા ત્યારે તેમના સમર્થકો પીઓકેના વિવિધ સ્થળે હાજર હતાં. ત્યાં રેલીઓ કાઢવામાં આવી. આતશબાજી થઈ અને આ આતંકવાદી તત્વોનું સ્વાગત કરાયું.

a 391 પાક - તાલિબાનની જોડી ભારત માટે ખતરાની ઘંટી સમાન

પીઓકેના લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાનો પણ પ્રયાસ કરાયો. અફઘાનિસ્તાનમાંથી છૂટીને આવેલા આ ત્રાસવાદીઓના ટેકેદારો ભારત વિરોધી સૂત્રોચ્ચારો કરતાં હતાં. આ બે ત્રાસવાદી સંગઠનોના આકા ગણાતા મસુદ અઝહર અને હફીઝ સઈદ પાકિસ્તાનમાં છે અને તેમની સામે આંતરરાષ્ટ્રીય દબાણથી પગલાંના નાટકો ઈમરાન સરકાર દ્વારા થાય છે પરંતુ હકિકતમાં આવા તત્વો સામે કોઈ જરૂરી પગલાં પણ ભરાતા નથી અને કાર્યવાહી પણ થતી નથી તે હકિકત છે.

આ પણ વાંચો :અમેરિકાએ કાબુલ હુમલાનો લીધો બદલો! IS-K ના ઠેકાણા પર એર સ્ટ્રાઈક

પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબ્જે કરેલું કાશ્મીરના આ વિસ્તારમાં ચીને પણ પોતાના પ્રોજેક્ટો શરૂ કર્યા છે જેની સામે સ્થાનિકોનો વિરોધ છે. પીઓકેમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવી ઈમરાનખાને પોતાનો ખેલ પાડી દીધો છે. જાે કે ત્યાંના વિપક્ષોને આ ચૂંટણી સામે વાંધો છે. લોકોમાં પણ રોષ છે અને પીઓકે એ ભારતનો ભાગ છે અને ત્યાં ચૂંટણી યોજી શકાય નહિ એમ જણાવીને ભારતના વિદેશ મંત્રાલયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે પરંતુ આ વાત ત્યાંથી આગળ વધી નથી. પાકિસ્તાની સેના અને તેની જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ. ભારતમાં આતંક ફેલાવવા મથતા તત્વોેને પ્રોત્સાહન આપે છે તે હકિકત છે. બે વર્ષથી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર થયેલા જમ્મુ-કાશ્મીર અને તેમાંય ખાસ કરીને કાશ્મીરના ખીણ વિસ્તારમાં કો’ક જ દિવસ એવો હશે કે જે દિવસે આતંકવાદીઓ ત્રાટક્યા ન હોય. છેલ્લા એક માસમાં જ ભાજપના આગેવાન કે તેના પરિવારના સભ્યની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના ત્રણ બનાવ બન્યા છે. અર્ધલશ્કરી દળો પર હુમલાના બનાવો લગભગ બનતા રહે છે. જાે કે આમા આતંકવાદીઓ ઠાર પણ થાય છે અને આપણા જવાનો વીર ગતિને પણ પામે છે. આ પણ એક વરવી વાસ્તવિકતા છે.

a 392 પાક - તાલિબાનની જોડી ભારત માટે ખતરાની ઘંટી સમાન

હવે સવાલ એ ઉભો થાય છે કે આવું ક્યાં સુધી ચાલવાનું છે ? હવે અધુરામાં પુરૂ હોય તેમ તાલિબાનોએ છોડી મૂકેલા બે ત્રાસવાદી સંગઠનોની ટોળકી પણ પીઓકેમાં આવી પહોંચી છે. આ તત્વો સખણા રહેવાના નથી. કાશ્મીર સરહદ પર ભલે પાકિસ્તાની સેનાએ હમણાં યુધ્ધ વિરામનો ભંગ ન કર્યો હોય પરંતુ સરહદ નજીકના વિસ્તારમાં ત્રાસવાદીઓના લોંચીંગ પેડ તો છે જ અને ત્યાં આતંકવાદી પ્રવૃત્તિ પણ ચાલે છે.

આ પણ વાંચો : PM મોદીએ ઇટાલીના PM સાથે ફોન પર કરી વાત, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે થઇ ચર્ચા

કાશ્મીર અંગેની વાત કરીએ તો ત્યાંની પ્રજાનો રોષ જાગે ત્યારે પાકિસ્તાની શાસકો ભલે પછી તે ગમે તે હોય કાશ્મીરનું ગાણું ગાઈ ભારત વિરોધી ઝેર ઓકીને પોતાની સત્તા ટકાવતા હોય છે તે હકિકત છે. ભૂતકાળમાં પાકિસ્તાનના પુર્વ શાસકો અયુબખાન હોય કે યાહયાખાન  હોય કે પછી કાશ્મીર માટે ભારત સાથે હજારો વર્ષ સુધી લડવાની વાત કરનારા ઝુલ્ફીકાર અલી ભૂતો હોય કે મિયા પરવેઝ મુશરફ હોય અથવા તો ઝૂલ્ફીકારની પુત્રી બેનઝીર ભુટ્ટો કે નવાઝ શરીફ હોય તેઓએ કાશ્મીરનો રાગ આલાપવાનું ક્યારેય છોડ્યું નથી અને છોડતા પણ નથી. પાકિસ્તાનના વર્તમાન શાસક ઈમરાનખાન તો આ બધા કરતાં બે ડગલું આગળ વધ્યા છે. એટલું જ નહિ પરંતુ ભારતમાં આતંકવાદી હુમલાના અને પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવાના તેમજ ભારતની કોઈપણ આંતરિક બાબતોમાં દખલગીરી કરવાના બનાવો ભાજપના સમયગાળામાં જ વધ્યા છે તે પણ હકિકત છે.

a 393 પાક - તાલિબાનની જોડી ભારત માટે ખતરાની ઘંટી સમાન

તેમાંય હવે અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજની સ્થાપના, ત્યાંની જેલમાં પુરાયેલા પાકિસ્તાનમાં રહી ભારતમાં આતંકવાદી સંગઠનોના ત્રાસવાદીઓની મુક્તિ તેઓનું ગેરકાયદે પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં પ્રવેશી જશ્ન મનાવવો અને ઈસ્લામાબાદમાં બેસેલી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનના પક્ષની મહિલા નેતા નીલમ શેખ દ્વારા તાલીબાનો પાકિસ્તાનને કાશ્મીર લાવી આપશે તેવી વાતો કરવી એ કોઈ જેવી તેવી વાત તો હરગીઝ નથી જે નોંધ્યા વગર ચાલે તેવું નથી.

આ પણ વાંચો : અમેરિકાએ આપી ચેતવણી, કબુલ એરપોર્ટ પર થઇ શકે છે વધુ એક આતંકી હુમલો