T20 World Cup/ ભારત વિરુદ્ધ હાઇ વોલ્ટેજ મેચ માટે પાકિસ્તાને તેની 12 સભ્યોની ટીમની કરી જાહેરાત

પાકિસ્તાને રવિવારે T20 વર્લ્ડકપ 2021નાં સુપર 12માં ભારત સામેની તેની પ્રથમ મેચનાં 24 કલાક પહેલા તેની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

Top Stories Sports
pakistan team announced

પાકિસ્તાને રવિવાર (24 ઓક્ટોબર) નાં રોજ દુબઈમાં ભારત સામે રમાનારી ICC T20 વર્લ્ડકપ 2021 ની પોતાની પ્રથમ મેચ માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અનુભવી ઓલરાઉન્ડર શોએબ મલિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, ભારતીય ટીમે હજુ સુધી આવી કોઈ જાહેરાત કરી નથી.

આ પણ વાંચો – T20 WorldCup / ‘મારો મુજે મારો’ વીડિયોથી ફેમસ થયેલા પાકિસ્તાની ફેનનો વધુ એક Video વાયરલ

પાકિસ્તાને રવિવારે T20 વર્લ્ડકપ 2021નાં સુપર 12માં ભારત સામેની તેની પ્રથમ મેચનાં 24 કલાક પહેલા તેની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન અત્યાર સુધી કોઈપણ વર્લ્ડકપમાં ભારતને હરાવી શક્યું નથી, પછી ભલે તે 50 ઓવરનું ફોર્મેટ હોય કે T​​20 ફોર્મેટમાં. ભારત સામેની મેચ માટે પાકિસ્તાને તે તમામ મુખ્ય ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે, જેમણે તાજેતરનાં સમયમાં સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ હવે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પોતાનો રેકોર્ડ વધારીને 13-0 કરવા માંગે છે. 1992 થી, ભારત અને પાકિસ્તાન 12 વખત વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાં ભારતનો ODIમાં 7-0 અને T20I માં 5-0નો રેકોર્ડ છે. ICC T20 રેન્કિંગમાં ભારતની ટીમ બીજા અને પાકિસ્તાનની ટીમ ત્રીજા સ્થાને છે. ભારત બાદ પાકિસ્તાને તેની બીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. સુપર 12 મેચ પહેલા ભારત અને પાકિસ્તાને પોતાની બે પ્રેક્ટિસ મેચ રમી હતી. ભારતે તેની બન્ને પ્રેક્ટિસ મેચ જીતી હતી જ્યારે પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વોર્મ-અપ મેચ જીતી હતી. પરંતુ બીજી મેચમાં પાકિસ્તાન ટીમ દક્ષિણ આફ્રિકા સામે મોટા સ્કોરનો બચાવ કરી શકી નહીં.

આ છે 12 સભ્યોની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (wk), ફખર ઝમાન, હૈદર અલી, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, ઇમાદ વસીમ, હેરિસ રઉફ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી.

આ પણ વાંચો – T20 WorldCup / BCCI નો મોટો નિર્ણય, ભારત-પાકિસ્તાન મેચ પહેલા આ ચાર ખેલાડીઓ ભારત પરત ફરશે

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ઓપનર તરીકે ટીમમાં રહેશે. વોર્મ-અપ મેચોમાં શાનદાર બેટિંગ કરનાર ફખર ઝમાન નંબર-1ની જવાબદારી સંભાળી શકે છે. આ પછી, મોહમ્મદ હાફીઝ, આસિફ અલી અને શોએબ મલિકને મધ્યમ ક્રમમાં બેટિંગ કરતા જોઈ શકાશે. ઇમાદ વસીમ અને શાદાબ ખાન સ્પિન બોલિંગમાં જોવા મળે તેવી શક્યતા છે અને એવી અટકળો ચાલી રહી છે કે આવતીકાલની મેચમાં ત્રણેય ઝડપી બોલરોનેરમાડવામાં આવશે. આનો અર્થ એ થઈ શકે છે કે યુવા બેટ્સમેન હૈદર અલી, જે પ્રેક્ટિસ મેચમાં રમ્યો નથી, તેને 12 માં ખેલાડી તરીકે પડતો મુકવામાં આવી શકે છે.