T20 વર્લ્ડકપ શરૂ થવાનો છે. વર્લ્ડકપ 17 ઓક્ટોબર 2021 થી જ શરૂ થશે, પરંતુ T20 વર્લ્ડકપની ખરી મજા 24 ઓક્ટોબરે આવશે, જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર સીરીઝ હવે થઈ રહી નથી. પરંતુ ICC ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે ટક્કર થાય છે.
આ પણ વાંચો – Cricket / IPL માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને મળી શકે છે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવાની તક
અગાઉ વનડે વર્લ્ડકપ 2019 માં ભારત અને પાકિસ્તાનની ટીમોની ટક્કર થઇ હતી, ત્યારબાદ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. દરમિયાન, ભારત અને પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમનું મોટું નિવેદન સામે આવ્યું છે. બાબર આઝમે કહ્યું છે કે પાકિસ્તાન ટીમ વર્લ્ડકપ 2021 ની પોતાની પ્રથમ મેચમાં ભારતને હરાવી શકે છે. જો કે અત્યાર સુધી જે આંકડાઓ આવ્યા છે, તે પોતે કહી રહ્યા છે કે બાબર આઝમનાં આ સપનાઓ મુંગેરીલાલનાં સુંદર સપનાઓથી ઓછા નથી. ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા, બાબર આઝમે ICC સાથે વાત કરતા કહ્યું છે કે તેમની ટીમ ઈન્ડિયાનો સામનો કરવા માટે તૈયાર છે. સાથે જ તેણે એમ પણ કહ્યું કે, UAE પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઘર જેવું છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાકિસ્તાને UAE માં ઘણી મેચ રમી છે, ટીમ ત્યાંની પરિસ્થિતિઓ અને પીચથી સારી રીતે વાકેફ છે. તેથી ભારત સામે તેની ટીમની ધાર ભારે રહેશે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં વધી રહેલા આતંક બાદ દુનિયાભરની ટીમોએ પાકિસ્તાનમાં રમવાનો ઈનકાર કરી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાને UAE ને તેનું હોમ ગ્રાઉન્ડ બનાવ્યું હતું અને ત્યાં ઘણી મેચ રમી હતી. બાબર આઝમ આ વર્લ્ડકપમાંથી T20 વર્લ્ડકપમાં પ્રથમ વખત પોતાની ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે.
આ પણ વાંચો – IPL 2021 / ફાઇનલમાં પહોંચી ટ્રોફી જીતવાનો KKR નો છે 100 ટકા રેકોર્ડ, શું ધોની તોડી શકશે આ રેકોર્ડ?
પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમ કદાચ આ નિવેદન આપતા પહેલા ભૂલી ગયા હશે કે પછી તે વન ડે વર્લ્ડકપ હોય કે T20 વર્લ્ડkપ, પાકિસ્તાની ટીમે ક્યારેય વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને હરાવી શકી નથી. દરેક વખતે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. વળી, પાકિસ્તાની કેપ્ટન એ પણ ભૂલી ગયા હશે કે UAE પાકિસ્તાનનું હોમ ગ્રાઉન્ડ હોઈ શકે છે, પરંતુ ભારતનાં તમામ ખેલાડીઓ છેલ્લા બે વર્ષથી UAE માં IPL રમી રહ્યા છે. T20 વર્લ્ડકપ 2021 માટે ટીમ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી ટીમ, તે તમામ ખેલાડીઓ UAE નાં ત્રણેય સ્ટેડિયમ એટલે કે દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમ્યા છે. IPL 2021 નાં આ તબક્કામાં ભારતીય ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું છે તે સ્પષ્ટ છે કે ભારતીય ટીમ ફરી એક વખત પાકિસ્તાન પર પ્રભુત્વ જમાવવા જઈ રહી છે. વળી, પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પણ થોડા દિવસો બાદ આ જ યાદીમાં સામેલ થવા જઈ રહ્યા છે, જેઓ કેપ્ટન વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામે હારી ગયા છે.