આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભારતમાં આ વાયરસે મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. જો કે મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં પણ એક મોટુ સંકટ પેદા થવાનું છે જે ઇમરાન ખાન માટે એક મોટો પડકાર હશે.
મૈત્રીના ડોઝ / કોરોનાકાળમાં રસીની મદદ : અમેરિકા અને રશિયાથી પ્રથમ જથ્થો આવતીકાલ સુધીમાં પહોંચી જશે ભારત
પાકિસ્તાનમાં ત્રણ અઠવાડિયા જેટલો જ ઘઉંનો જથ્થો બચ્યો છે. પાકિસ્તાનનાં નાણાં પ્રધાન શૌકત તારિને કહ્યું કે, દેશને 60 લાખ મેટ્રિક ટન ઘઉંનાં ભંડારની તાત્લાલિક જરૂર છે. નેશનલ પ્રાઈસ મોનિટરિંગ કમિટી (એનપીએમસી) અનુસાર, આ વર્ષે ઘઉંનું અંદાજિત ઉત્પાદન 2.6 કરોડ મેટ્રિક ટન હોવાનું જણાવાયું છે, જે આવતા વર્ષનાં કુલ વપરાશ કરતા 30 લાખ ટન ઓછું છે. તેથી, દેશને આયાત કરીને વ્યૂહાત્મક ભંડારનું નિર્માણ કરવાની જરૂર પડશે. જણાવી દઇએ કે, તારિન નેશનલ પ્રાઈસ મોનિટરિંગ કમિટીની પ્રથમ બેઠક કરી રહ્યા હતા જેમાં આ વાત પ્રકાશમાં આવી હતી. એનપીએમસી એ સલાહકાર સમિતિ છે જેની પાસે કાનૂની રીતે નિર્ણય લેવાનો અધિકાર નથી. નાણામંત્રીએ પાકિસ્તાનનાં આંકડાશાસ્ત્રનાં બ્યુરો (પીબીએસ) ની રિપોર્ટિંગ મિકેનિઝમમાં સુધારો કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, જેના માટે તેમણે ધોરણો અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
તંગદિલી / કોરોનાકાળ વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે વધી તંગદિલી, ઇરાનના યુદ્ધજહાજ ઉપર થયું ફાયરિગ
નેશનલ પ્રાઈસ મોનિટરિંગ કમિટીની બેઠકમાં, શૌકત તારિનને કહેવામાં આવ્યું હતું કે, ગત સપ્તાહે પાકિસ્તાનમાં ઘઉંનો જથ્થો 6,47,687 મેટ્રિક ટન જ રહ્યો છે, જે હાલનાં વપરાશ સ્તર પ્રમાણે અઢી અઠવાડિયા સુધી ચાલશે. એપ્રિલનાં અંત સુધીમાં, આ સ્ટોક ઘટીને 3,84,000 મેટ્રીક ટન રહી જશે. આ અછત પાકિસ્તાનમાં એવા સમયે આવી છે જ્યારે લણણી ચાલી રહી છે. એનપીએમસીનાં આંકડા મુજબ, પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં 40,0,000 મેટ્રિક ટન, સિંધ પાસે 57,000 મેટ્રિક ટન, ખૈબર પખ્તુનખ્વાહ પાસે 58,000 મેટ્રિક ટન અને પાસકો પાસે 1,40,000 મેટ્રિકથી ઓછું સ્ટોક છે. બલુચિસ્તાન પ્રાંતની સરકારે કોઈ ઘઉંનો સંગ્રહ કર્યો ન હતો. નાણાં પ્રધાન શૌકત તારિને આવશ્યક ચીજવસ્તુઓનાં વ્યૂહાત્મક ભંડારનાં મહત્વનો ઉલ્લેખ કરતા પ્રાંત સરકારો અને સંબંધિત વિભાગોને ઘઉં અને ખાંડની ઝડપથી ખરીદી કરવા નિર્દેશ આપ્યા હતા.
કોરોના સંકટ / દેશની રાજધાનીમાં કોરોનાથી સતત 7 માં દિવસે 300 થી વધુ લોકોનાં મોત
ગયા વર્ષે પાકિસ્તાનમાં 2.6 કરોડ મેટ્રિક ટન ઘઉં થયા હતા અને 21 લાખ મેટ્રિક ટન ઘઉંની સ્થાનિક જરૂરિયાત પૂરી કરવા આયાત કરવી પડી હતી. બેઠકમાં નાણાં પ્રધાનને કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2021-22 માટે પાકિસ્તાનને અંદાજે 2.93 કરોડ મેટ્રિક ટન ઘઉંની જરૂર પડશે. દેશની જરૂરિયાતને પહોંચી વળવા સરકારે ત્રણ મિલિયન મેટ્રિક ટન આયાત કરવી પડશે. નાણાં પ્રધાને કહ્યું કે, દેશમાં ભાવોમાં સ્થિરતા અને જરૂરીયાતોને પહોંચી વળવા માટે 60 લાખ મેટ્રિક ટન ઘઉંનાં ભંડાર રાખવાની જરૂર છે. મંત્રાલય મુજબ નાણાં પ્રધાને જરૂરી ચીજવસ્તુઓનાં વ્યૂહાત્મક ભંડાર રાખવાના મહત્વને રેખાંકિત હતું અને પ્રાંતની સરકારો અને વિભાગોને ઘઉં અને ખાંડની ખરીદીને સરળ અને સમયસર બનાવવા નિર્દેશ આપ્યો હતો.
કોરોનાનું ગ્રહણ / વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ચારધામની યાત્રા થઇ સ્થગિત
પાકિસ્તાને વ્યૂહાત્મક ભંડાર માટે વિદેશથી ઘઉં ખરીદવા પડશે, કારણ કે આ વર્ષે 2.6 કરોડ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જે વાર્ષિક વપરાશની જરૂરિયાત કરતાં 30 લાખ ટન ઓછો છે. ઇમરાન ખાન 2018 માં સત્તા પર આવ્યા બાદથી પાકિસ્તાનમાં ઘઉં અને લોટનાં ભાવ બમણા થયા છે. ખાંડ, તેલ, ચિકન, ઇંડા અને શાકભાજીનાં ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. હાલમાં પાકિસ્તાનની પ્રાંતીય સરકારો અને પાકિસ્તાન એગ્રિકલ્ચરલ સ્ટોરેજ એન્ડ સર્વિસિસ કોર્પોરેશન (પાસકો) ને ખેડૂતો પાસેથી 63 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે ગ્રામીણ અર્થતંત્રમાં રૂ.700 અબજનો ઉમેરો કરશે. નાણાં મંત્રાલયનાં હવાલેથી કહેવામાં આવ્યું છે કે એનપીએમસીએ ગત સપ્તાહ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ, ખાસ કરીને ઘઉંનો લોટ, ખાંડ, ઘી, ચિકન, ઇંડા અને શાકભાજીનાં ભાવનાં વલણોની સમીક્ષા કરી હતી.