તમામ પ્રાકરનાં વિશ્વભરમાં હવાતીયા મરવા છતા પણ કંઇ ન ઉકળતા રઘવાયું થયેલું પાકિસ્તાન ભારતને છેલ્લા ઘણા દિવસથી યુદ્ધ યુદ્ધની પોકળ ઘમકી આપી રહ્યું છે. અને પાકિસ્તાનની ઇમરાન સરકારનાં એક મંત્રીએ તો યુદ્ધ ક્યારે થશે તે, પણ જણાવી દીધું છે. તો પાકિસ્તાનનાં વડાપ્રધાન પણ ભારતને યુદ્ધની ઘમકીઓ આપવામાં પાછી પાની કરી નથી.
પાકિસ્તાને એક દિવસ પહેલા કરાંચીનાં એર સ્પેસ માટે NOTAM અને નેવલ એલર્ટ જાહેર કરી અને બીજે દિવસે કંગાળ પાકિસ્તાન દ્વારા “ગઝનવી” મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારે સર્વત્ર એવી વાત ચર્ચાઇ રહી છે કે, શું પાકિસ્તાન આવા પરીક્ષણો આવા સમયે કરીને ભારતને ડરાવવા માંગે છે ? ઇમરાન જાણે ઉન(કિમ જોંગ ઉન) બની ગયા હોય તેમ મિસાઇલ અને નિવેદનથી ભારતને ડરાવવા નિકળ્યા છે ત્યારે એક પ્રશ્ન પાકિસ્તાનની હાલની અર્થિક હાલત જોતા થવો સ્વાભાવિક છે અને તે છે કે પાકિસ્તાને મિસાઇલ પરિક્ષણ તો કરી નાખ્યું, પણ હવે મિસાઇલ પ્રોડક્શનનાં પૈસા છે ?
જી નહીં આ કોઇ, પરિહાસનો કે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો પ્રશ્ન નથી, પરંતુ હકીકત છે, વાસ્તવિકતા છે અને આખું વિશ્વ આ બાબતને જાણે પણ છે. કે શું પાકિસ્તાન પાસે એટલા પૈસા છે કે, તે મિસાઇલનું પ્રોડક્શન કરી શકે ? અત્યાર સુધી અમેરીકાનાં ટુકડા પર અને હાલ ચીનનાં ટુકડા પર જીવતાં પાકિસ્તાને વિશ્વ બેંક અને અનેક વિશ્વ નાણાં સંસ્થાનો દ્વારા પૈસા આપવાની ન કહી દેવામાં આવી છે. અમુક નાણાં સંસ્થાનો દ્વારા તો પાકિસ્તાન બ્લેક લિસ્ટેડ પણ કરી દેવામાં આવ્યું છે.
પાકિસ્તાનની પોલીસ સાઇકલ પર ચોકીદારી કરે છે અને પાકિસ્તાનનાં PMનાં ખુદનાં વીજ બિલ ભરવાનાં ઠેકાણાં ન હોવાને કારણે વીજ કનેક્શન કપાઇ જવાની તૈયારીમાં છે. અનેક સુવીધાઓ સરકારી અધિકારીઓ અને સેના પાસેથી પાછી ખેંચી લેવાની પાકિસ્તાનને ફરજ પડી છે. આવા નાદારીને આરે ઉભેલા અને પાયમાલીના અંતિમ પડાવને અડવુું અડવું થઇ રહેલા પાકિસ્તાન પાસે પરીક્ષણ પછી પ્રોડક્શનનાં પૈસા છે??
અને છતા પણ પ્રોડક્શન કરીલે છે તો પછી આપણા ઉપરાષ્ટ્રપતિએ એક દિવસ પૂર્વે કહેલું તે પ્રકારે “હુમલો કરશો તો, જીંદગીભર નહીં ભૂલી શકો તેવો જવાબ મળશે” ભારતનો ઇતિહાસ ગવાહ છે કે ભારતે કોઇ દિવસ કોઇની પર પહેલા હુમલો કર્યો નથી અને હુમલો થયા બાદ સામનો કરવામાં પીછે હટ પણ કરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.