નાદારીને આરે આવેલા પાકિસ્તાનની આર્થિક દુર્દશા ખૂબ ગંભીર બની છે અને તેના કારણે વડાપ્રધાન ખુદ પોતાનાં સચિવાલયનું કનેક્શન સંભાળીને સાચવિ નથી શકતા, તે દેશ કેમ સાચવશે તે પણ મોટો સવાલ છે.
કાશ્મીરમાં ભારત સાથેના ‘અંતિમ યુદ્ધ’ની ધમકી આપવામાં વ્યસ્ત પાકિસ્તાની સરકાર પાસે કદાચ પોતાનું સચિવાલયનું બિલ ચૂકવવા માટે પૈસા પણ નથી. આ કારણોસર, ઇસ્લામાબાદ ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીને વડા પ્રધાન સચિવાલયનાં વીજ જોડાણ ડિસ્કનેક્શનની નોટિસ મોકલવાની ફરજ પડી છે.
પાકિસ્તાનના એક મીડિયાનાં અહેવાલ પ્રમાણે વડા પ્રધાન સચિવાલયનુંં ઇસ્લામાબાદ ઇલેક્ટ્રિક સપ્લાય કંપની પાસે 41 લાખ 13 હજાર 992 રૂપિયાનું બિલ બાકી છે. છેલ્લા મહિનાનું બિલ 35 લાખથી વધુનું છે, જ્યારે અગાઉનાં 5 લાખ 58 હજાર જેટલા બાકી છે.
કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન સચિવાલય દ્વારા નિયમિત પણે વિજળીનું બિલ ભરવામાં આવતું નથી. કેટલીકવાર બિલના પૈસા જમા થાય છે અને કેટલીકવાર કરવામાં આવતા નથી. આ કારણોસર, તેના પર બાકી રકમ ચડી ગઇ છે. જે જમા નહીં કરાય તો વીજ જોડાણ કાપી નાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.