પાકિસ્તાનમાં મોટા રાજકીય સંકટ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના રાજીનામાની ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. રવિવારે ઈસ્લામાદમાં એક રેલીને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું કે તેઓ પાંચ વર્ષ પૂરા કરશે અને રાજીનામું નહીં આપે. રેલી દરમિયાન ઈમરાન ખાને કહ્યું કે હું લોકોના વિકાસ માટે રાજનીતિમાં આવ્યો છું.
ઈમરાન ખાને કહ્યું કે જ્યારે અમે પાંચ વર્ષ પૂરા કરીશુ ત્યારે આખો દેશ જોશે કે ઈતિહાસમાં બીજી કોઈ સરકારે ગરીબી એટલી ઓછી કરી નથી જેટલી આપણે કરી છે. તેમણે કહ્યું કે હું 25 વર્ષ પહેલા માત્ર એક જ વસ્તુ માટે રાજનીતિમાં આવ્યો હતો અને તે એ વિઝનને આગળ વધારવાનો હતો જેની સાથે પાકિસ્તાનનું સર્જન થયું હતું. તેમણે કહ્યું કે જે કામ અમે ત્રણ વર્ષમાં કર્યું છે, આવુ કામ અમારી પહેલા કોઈએ કર્યું ન હતું.
તમને જણાવી દઈએ કે વિપક્ષ ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે, જેના પર આવતીકાલે મતદાનની તારીખ નક્કી કરવામાં આવી છે. 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં વિરોધ પક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય આંદોલનો વધી ગયા છે. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પાર્ટી) દેશમાં આર્થિક સંકટ અને વધતી મોંઘવારી માટે જવાબદાર છે.
ઈમરાન ખાન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈમરાન ખાનના સાથી પક્ષો તેમને દૂર કરી રહ્યા છે જ્યારે તેમની પાર્ટીના લગભગ બે ડઝન સાંસદો તેમની વિરુદ્ધ બળવો કરી રહ્યા છે. 69 વર્ષીય ઈમરાન ખાનની પાર્ટીના 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 155 સભ્યો છે અને સરકારમાં રહેવા માટે તેને ઓછામાં ઓછા 172 સાંસદોના સમર્થનની જરૂર પડશે.
World/ એલોન મસ્કે ઈન્ટરવ્યુમાં પુતિન વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું- તે વિશ્વમાં નંબર-1 છે
પાકિસ્તાન/ ઈમરાન ખાનને રેલી પહેલા ઝટકો લાગ્યો, કેબિનેટ મંત્રી શહનાઝ બુગતીએ આપ્યું રાજીનામું