Not Set/ ક્રિકેટ છે સીમાઓથી પરે, પાકિસ્તાનનાં શિકાગો ચાચાએ કરાવી ભારતીય ફેન સુધીરની ટીકીટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મેચ હમેંશા રોમાંચક હોય છે. દુબઈમાં રમાનારા મેચ માટે બંને દેશ ઉત્સુક છે. બંને બાજુએ માહોલ તણાવ ભર્યો હોય છે પરંતુ આવા માહોલ વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ માનશો કે ક્રિકેટ એ એક એવી ગેમ છે જે ખરેખર સીમાઓથી પરે છે. ક્રિકેટને કોઈ સીમાના […]

Top Stories
bashir chacha ક્રિકેટ છે સીમાઓથી પરે, પાકિસ્તાનનાં શિકાગો ચાચાએ કરાવી ભારતીય ફેન સુધીરની ટીકીટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મેચ હમેંશા રોમાંચક હોય છે. દુબઈમાં રમાનારા મેચ માટે બંને દેશ ઉત્સુક છે. બંને બાજુએ માહોલ તણાવ ભર્યો હોય છે પરંતુ આવા માહોલ વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ માનશો કે ક્રિકેટ એ એક એવી ગેમ છે જે ખરેખર સીમાઓથી પરે છે. ક્રિકેટને કોઈ સીમાના બંધન અટકાવી શકતા નથી.

sudhir ક્રિકેટ છે સીમાઓથી પરે, પાકિસ્તાનનાં શિકાગો ચાચાએ કરાવી ભારતીય ફેન સુધીરની ટીકીટ
Pakistani Chicago chacha sponsors, ticket to the Indian cricket team fan Sudhir Gautam

પાકિસ્તાની ટીમનાં સદાબહાર ફેન બશીર ચાચા જે શિકાગો ચાચાના નામે ફેમસ છે, એમણે ભારતીય ફેન અને સચીન તેંદુલકરની દીવાનગી માટે ફેમસ સુધીર ગૌતમને યુએઈની ટીકીટ કરવી દીધી હતી. મેચ પહેલાં બંને એક જ હોટેલમાં રહ્યા હતા. મેચ પહેલાં બશીર ચાચા પોતાની ટીમનો જુસ્સો વધારવા માટે યુએઈ પહોંચી ગયા હતા પરંતુ ત્યાં પોતાના ફ્રેન્ડ અને ભારતીય ટીમનાં સમર્થક સુધીરને તેઓએ જોયા નહી. એમણે સુધીરને તરત ફોન લગાવ્યો. સુધીરે પોતાના સીમા પારના દોસ્તને કહ્યું કે હાલ તેઓ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યા છે એટલે એશિયા કપમાં જઈ શકશે નહી.

ત્યારે શિકાગો ચાચાએ કહ્યું કે હું તમારી ટીકીટ કરવી દઉં છું પણ તમે યુએઈ આવો. બસ પછી તો સુધીર યુએઈ પહોચી ગયા. બશીર ચાચાએ જણાવ્યું કે, મેં સુધીરને કહ્યું કે તમે અહી આવો અને હું બાકી બધું વસ્તુઓ જોઈ લઈશ. હું ધનવાન વ્યક્તિ નથી પરંતુ મારું દિલ દરિયા જેવું છે. જો હું તમારી મદદ કરીશ તો અલ્લાહ ખુશ થશે.

https://twitter.com/Sudhir10dulkar/status/1041535935991578624

સુધીર ગૌતમે શિકાગો ચાચા સાથે એક ફોટો પણ ટ્વીટ કર્યો હતો અને કેપ્શન લખ્યું હતું કે, ‘ક્રિકેટ સીમાઓથી પરે છે. શિકાગો ચાચા અને બાંગ્લાદેશના શોએબ ટાઈગર સાથે.’