Not Set/ ભારતનાં નામે પાકિસ્તાનની NGO એ એકત્રિત કર્યુ કરોડો રૂપિયાનું દાન

સમગ્ર દુનિયા કોરોનાકાળમાં ખૂબ પરેશાન થઇ રહી છે. આવી સ્થિતિમાં ભારતમાં લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે.

Top Stories World
2 16 ભારતનાં નામે પાકિસ્તાનની NGO એ એકત્રિત કર્યુ કરોડો રૂપિયાનું દાન

સમગ્ર દુનિયા કોરોનાકાળમાં ખૂબ પરેશાન થઇ રહી છે. આવી સ્થિતિમાં ભારતમાં લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. ત્યારે આ કપરા સમયે પણ પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવી રહ્યુ નથી. આજે પણ પાકિસ્તાન ભારત સાથે દગો કરવામાં પાછળ રહ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને તેની અમેરિકા સ્થિત ચેરિટી સંસ્થાઓ દ્વારા કોવિડ સંકટમાં ભારતને મદદ કરવાના નામે દાનમાં લાખો ડોલર એકત્રિત કર્યા છે.

2 17 ભારતનાં નામે પાકિસ્તાનની NGO એ એકત્રિત કર્યુ કરોડો રૂપિયાનું દાન

દુનિયાની વધશે ચિંતા / ઈઝરાયલે ગાઝા પર એકવાર ફરી કરી એર સ્ટ્રાઇક, સીઝ ફાયર કરારનું કર્યુ ઉલ્લંઘન

કહેવાય છે કે સંગ એવો રંગ. કઇંક આવુ જ ચીનનાં મિત્ર દેશ પાકિસ્તાનનું છે. ડિસઇંફો લેબએ પાકિસ્તાનનાં આ મોટા કપટનો પર્દાફાશ કર્યો છે. એવી આશંકા છે કે પાકિસ્તાન આ ભંડોળનો ઉપયોગ ભારત સામે વિરોધ પ્રદર્શિત કરવા અને આતંકવાદી હુમલા કરવા માટે કરી શકે છે. ડિસઇંફો લેબનાં અહેવાલમાં જણાવાયું છે કે, માનવતાવાદી સહાયનાં નામે કરવામાં આવેલ ઈતિહાસનું આ સૌથી ખરાબ કૌભાંડ છે. જો કે પાકિસ્તાન પાસેથી ભારતને કોઇ સારી આશા પણ નથી. સાપ ને ગમે તેટલુ દૂધ પીવડાવીએ પણ અંતે તો તેનુ કામ ડંખ મારવાનું જ રહ્યુ. એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘હેલ્પિંગ ઈન્ડિયા બ્રેથ’ નાં નામે કરોડો ડોલરની ચોરી થઈ છે. આપને જણાવી દઇએ કે, કોરોનાની બીજી લહેરથી ખરાબ રીતે પ્રભાવિત ભારતને મદદ કરવા માટે દુનિયાભરમાંથી મદદ મળી છે, પરંતુ પાકિસ્તાને આ સંકટ દરમ્યાન મદદનાં નામે પૈસા એકઠા કર્યા છે.

2 18 ભારતનાં નામે પાકિસ્તાનની NGO એ એકત્રિત કર્યુ કરોડો રૂપિયાનું દાન

ગાઝિયાબાદ / વૃદ્ધ સાથે મારામારીનાં મામલે હવે ટ્વિટર સહિત 11 લોકો પર FIR

ડિસઇંફો લેબનાં અહેવાલમાં જણાવાયું છે કે આમાંની ઘણી એનજીઓ, જે ચેરિટીનાં નામે ભંડોળ એકઠું કરી રહી છે, તેમની કટ્ટરપંથી ઈસ્લામવાદીઓ અને આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે. આ એનજીઓ પાકિસ્તાની સેનાની મદદથી ચલાવવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. આમાંની એક એનજીઓનું નામ IMANA-ઈસ્લામિક મેડિકલ એસોસિએશન છે જે ઉત્તર અમેરિકામાં ચલાવવામાં આવી રહ્યું છે. જેના અધ્યક્ષ ડો.ઈસ્માઇલ મહેર છે. જેમણે 27 એપ્રિલ, 2021 નાં ​​રોજ ઈન્સ્ટાગ્રામ પર #HelpIndiaBreathe અભિયાન શરૂ કર્યું હતું. પછી તેણે 1.8 કરોડનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું જેને પછીથી સંશોધિત કરવામાં આવ્યું હતું. IMANA એ ભારતને મદદ કરવાના નામે દુનિયાભરનાં લોકો પાસેથી દાન લીધું છે. ડિસઇંફો લેબનાં અહેવાલમાં જણાવાયું છે કે, IMANA ને અત્યાર સુધીમાં 30 કરોડથી 158 કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે. મોટી વાત એ છે કે ભારતમાં IMANA નું કોઈ ઓફિસ અથવા પ્રતિનિધિ નથી, છતાં તેણે ભારતનાં નામ પર કરોડોનું દાન એકત્ર કર્યું છે.

majboor str 17 ભારતનાં નામે પાકિસ્તાનની NGO એ એકત્રિત કર્યુ કરોડો રૂપિયાનું દાન