દરોડા/ અહીંથી આજે ફરી મળી આવ્યો અખાદ્ય ગોળનો મોટો જથ્થો

દેશી દારૂના બનાવટમાં ઉપયોગમાં લેવાતા અખાદ્ય ગોળના હાલોલ શહેરના દરોડા બાદ ગોધરા શહેરના વેપાર કનેક્શનમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા જલારામ ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી અખાદ્ય ગોળના જંગી જથ્થા સાથે અંદાઝે ૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Gujarat Others
abhay bhardvaj 4 અહીંથી આજે ફરી મળી આવ્યો અખાદ્ય ગોળનો મોટો જથ્થો

@મોહસીન દાલ, ગોધરા 

દેશી દારૂના બનાવટમાં ઉપયોગમાં લેવાતા અખાદ્ય ગોળના હાલોલ શહેરના દરોડા બાદ ગોધરા શહેરના વેપાર કનેક્શનમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા જલારામ ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી અખાદ્ય ગોળના જંગી જથ્થા સાથે અંદાઝે ૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

પંચમહાલ જિલ્લાના મુખ્ય શહેરો અને ગામડાઓમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓએ કેટલાય લોકોના જીવન બરબાદ કરીને ગૃહસંસાર ઉજાળ્યા છે આ આંકડાઓ ભાગ્ય જ બહાર આવતા હોય છે.પરંતુ આ દેશી દારૂના બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતો અખાદ્ય ગોળના જથ્થાબંધ વેપાર માટે હબ કહેવાતું જુના બસ સ્ટેન્ડ વિસ્તારના ગીદવાની રોડ ઉપર આવેલી જલારામ ટ્રેડિંગ કંપનીના એક ગોડાઉનમાંથી ગોધરા બી ડિવિઝન પોલીસ તંત્રએઅખાદ્ય ગોળનો જંગી જથ્થો ઝડપી પાડતા ભારે ચકચાર મચી જવા પામી હતી. એટલા માટે કે ગઈકાલે હાલોલ માંથી ઝડપાયેલા આ જંગી જથ્થાના વેપારનું ગોધરા કનેકશન હોવાનું કહેવાય છે

ગોધરા રેન્જના આર.આર.સેલ.ટીમના આગમન સાથે હાલોલ પોલીસ દ્વારા પાવાગઢ રોડ ઉપર આવેલી એક રાજકીય અગ્રણી સંચાલિત પાર્થ ટ્રેડિંગ કંપનીના એક ગોડાઉનમાંથી લાખ્ખો રૂપિયાની કિંમતના અખાદ્ય ગોળના જંગી જથ્થાને ગત સાંજે ઝડપી પાડ્યા બાદ આ વેપારનું જાણે કે ગોધરા કનેક્શન હોય એમ ગોધરા બી ડિવિઝન પોલીસ તંત્ર દ્વારા આજ રોજ અખાદ્ય ગોળ ઝડપી પાડીને આ ગેરકાયદે વેપાર સામે સપાટો ફેરવવાના શ્રી ગણેશ કર્યા હતા. ગીદવાની રોડ ઉપર આવેલ જલારામ ટ્રેડિંગ કંપનીના માલીક સમીરભાઈએ અખાદ્ય ગોળનો જથ્થો મંગાવ્યો છે અને નવી ચાલીમાં આવેલા ૨૭ નંબરના ગોડાઉનમાં આ જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે તેવી માહિતીના આધારે ઘટના સ્થળે પોંહચેલા બી ડિવિઝન પોલીસ તંત્ર દ્વારા અખાદ્ય ગોળના અંદાઝે ૮૦૦ જેટલા કાર્ટુન અને ૨૦૦ જેટલા કોથળાઓના જંગી જથ્થા સાથે એચ.આર.૫૫.એક્સ.૫૫૪૯ નંબરની ટ્રક સહિત આશરે ૧૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ગોડાઉન સીલ કરીને આ ગોળના નમૂનાઓ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…