ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. ટીમ ઈન્ડિયાનાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પાસે આ ટેસ્ટમાં ધોનીનો રેકોર્ડ તોડવાની તક હશે.
આ પણ વાંચો – U19 Asia Cup / ટીમ ઈન્ડિયાની ધમાકેદાર શરૂઆત, UAE ની ટીમને 154 રનનાં વિશાળ અંતરથી હરાવ્યું
ઋષભ પંતને ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ રિદ્ધિમાન સાહાને વિકેટકીપર તરીકે લાવવામાં આવ્યો હતો. સાહાએ કિવી ટીમ સામે મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં મહત્વની ફિફ્ટી ફટકારી હતી. પરંતુ પંતનાં પ્રદર્શનને જોતા તેનું પ્રથમ ટેસ્ટમાં રમવું લગભગ નિશ્ચિત છે. પંતે અત્યાર સુધી ટેસ્ટમાં 97 શિકાર કર્યા છે. તેમાં 89 કેચ અને 8 સ્ટમ્પિંગ છે. હવે ધોનીને પાછળ છોડીને પંત અનોખો રેકોર્ડ બનાવી શકે છે. જો પંત પ્રથમ ટેસ્ટમાં ત્રણ શિકાર વધુ કરે છે તો તે ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી વિકેટ પાછળ 100 શિકાર કરનાર વિકેટકીપર બની જશે. 24 વર્ષીય પંતે ભારત માટે 25 ટેસ્ટ રમી છે. ધોનીએ 36 ટેસ્ટ મેચમાં 100 વિકેટ લીધી હતી. જો પંત સેન્ચુરિયનમાં આ લેન્ડમાર્ક સુધી પહોંચવામાં સફળ થાય છે, તો તે ધોનીનાં 10 ટેસ્ટ મેચ પહેલા આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
આ પણ વાંચો – ENG vs WI / વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 સીરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
છેલ્લા એક વર્ષમાં પંતે બેટ અને વિકેટકીપિંગ સાથે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે કેટલીક જબરદસ્ત ઈનિંગ્સ રમી હતી. જોકે, દક્ષિણ આફ્રિકા સામે પંતની આ પ્રથમ ટેસ્ટ હશે. વર્ષ 2019નાં અંતમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમી હતી. પરંતુ પંતને બદલે ઋદ્ધિમાન સાહાને વિકેટકીપર તરીકે રમાડવામાં આવ્યો હતો. ભારત દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી માત્ર ત્રણ ટેસ્ટ મેચ જીત્યું છે. ભારતીય ટીમ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. ત્યારે હવે વિરાટનાં આ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકાની ટીમને તેમની જ ધરતી પર હરાવવામાં સફળ થાય છે કે કેમ તે જોવુ રહ્યુ.