અમદાવાદમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. અને માર્ગ અકસ્માતમાં અનેક વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે વશું એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં કોઈ વ્યક્તિએ નહીં પરંતુ દીપડાએ જીવ ગુનાવ્યો છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર ગઈકાલે (રવિવારે) મોડી રાત્રે એક અજાણ્યા વાહન ચાલકની ટક્કરે દીપડાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે, આ ઘટનાની જાણ થતા જ લોકો એકત્રિત થયા હતા. રસ્તા પર દીપડો ઢળી પડ્યો હોવાનું જોતાં જ રાહદારીઓ અને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.સનાથલ બ્રિજ પાસે કોઈ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હોવાનું લોકોનું કહેવું છે. જો કે 15 દિવસ પહેલાં વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી.
અમદાવાદમાં દીપડાના અકસ્માતના સમાચાર સાંભળીને અમદાવાદીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અને લોકોમાં દીપડા આવ્યો હોવાને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આગામી દિવસોમાં ગાંધીનગર સચિવાયલમાં દીપડો ઘૂસી ગયો હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી કેમેરાના આધારે તેનો ખુલાસો પણ થયો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…