ગુજરાત આખામાં રોજ બરોજ અકસ્માતની જેમ રાનીપશુઓનાં હુમલા પણ વધી રહ્યા છે અને કોઇને કોઇ લોકો આ રાનીપશુઓનાં હુમલામાં પોતાનો જીવ ખોઇ રહ્યા છે. આજકાલ રાનીપશુઓ ગુજરાતનાં વસાહતી વિસ્તારોમાં વારંવાર આટાફેરા કરી જવાનાં સમાચારો રોજ વાંચવામાં આવી રહ્યા છે. સિંહ ગીરમાંથી ચોટીલા સુધી પ્રવાસ ખેડી લે છે.
Patan: ગાજરે ગુમાવી મીઠાસ, ભાવમાં વધારો, ઉત્પાદન ઘટતા બજારમાં આવક ઘ…
દીપડાનો આંતક તો ગુજરાતનાં લગભગ વિસ્તારોમાં જોવામાં આવી રહ્યો છે. પંચમહાલે ગઇકાલે જ દીપડાનાં આતંકથી રાહત મેળી અને 7 લોકો પર હુમલો ગંભીર કરી દેવાની સાથે સાથે બે બાળકો સહિતનાં લોકોને મોતને ઘાટ ઉતારી દેનાર બે દીપડા પાંજરે કરવામાં આવ્યા, ત્યાં આજે ભાવનગર મહુવાના કસાણ ગામે દીપડાએ હુમલો કર્યાની વિગતો સામે આવી રહી છે.
Accident: દાહોદઃ ઝાલોદ-લીંબડી હાઇવે પર અકસ્માત, એકનું મોત…
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર મહુવાના કસાણ ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. મહિલા પર દીપડા દ્વારા થયેલો આ હુમલો જીવલેણ હુમલો હતો. શ્રમિક મહિલા જ્યારે ગામની સીમમાં પોતાનું કામ કરતી હતી ત્યારે અચાનક દીપડો ત્યાં ચડી આવ્યો અને મહિલાને દબોચી લીધી. હુમલામાં ઘયલ મહિલાને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ ફરજ પરનાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી.
Drugs: જેતપુર-વિરપુરમાંથી ઝડપાયો 16 કિલો ગાંજો, પગેરુ દબાવતા નેટર્વ…
ઘટનાની જાણ થતા અને મહિલાનું મોત થયુ હોવાની વાત સામે આવતા જ સિવિલ હોસ્પિટલમાં ફોરેસ્ટ વિભાગની ટીમે પહોંચી આવી હતી અને દીપડાનાં હુમલા મામલે તેમજ દીપડાને પાંજરે પુરવા માટે ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…