- સાબરકાંઠા હેડ ક્લાર્ક પેપર લીક મામલો
- પેપર લીકના તાર ખેડા સુધી પહોંચ્યા
- માતર પ્રાથમિક શાળામાંથી શિક્ષકની અટકાયત
- શંકાના આધારે શિક્ષકની અટકાયત
- શિક્ષક મૂળ પ્રાંતિજનો હોવાનો ખુલાસો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલા પરીક્ષાના પેપર લીક મામલે રોજ રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમના જણાવ્યા અનુસાર આરોપી દર્શન વ્યાસના ઘરે તપાસ કરતા ત્યાંથી 23 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે. હવે કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે.
જ્યારે આ કેસમાં તાર ખેડા જિલ્લા સુધી પહોંચ્યા છે. ખેડા જિલ્લા પોલીસે માતર પ્રાથમિક શાળામાંથી એક શિક્ષકની શંકાના આધારે અટકાયત કરી હતી. જેને લઈ માતર શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. માતર ના પ્રાથમિક શાળાના શિક્ષક કે જે મૂળે પ્રાંતિજન જ છે તેમની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. ગઇકાલે સાંજે પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી. સિવિલ ડ્રેસમાં આવીને શિક્ષકને લઇ ગઇ હતી.
સાબરકાંઠા હેડ ક્લાર્ક પેપર લીક મામલામાં રેન્જ IG અભય ચુડાસમાનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડવામાં આવ્યા છે. પકડાયેલા લોકોના રિમાન્ડ માંગ્યા છે. પેપર આગળના દિવસે લીક થયું હતું. આ કેસમાં હાલ કોઈ રાજકીય માથાનું નામ સામે આવ્યું નથી. સમહાલ તપાસ ચાલી રહી છે. મુખ્ય સુત્રધાર પકડાય પછી જ સાચી માહિતી મળશે.
નોંધનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટયું છે તે વાતની રાજ્ય સરકારે કબૂલાત કરી છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી કબૂલ્યું હતું કે પ્રશ્નપત્ર લીક થયું છે અને સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પેપર લીક કૌભાંડમાં કુલ 11 આરોપીઓ પૈકી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓની શોધખોળ જારી છે.
National / લોકસભામાં સરોગસી બિલ મંજૂર, હવે સરોગસી માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે
ધર્મ / મધ્યપ્રદેશના આ શહેરમાં ભગવાન દત્તનું 700 વર્ષ જૂનું મંદિર છે, શંકરાચાર્ય અને ગુરુ નાનક દેવ પણ અહીં આવ્યા હતા
વિદુર નીતિ / આ 10 વાતોનું ધ્યાન રાખો, તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થાઓ ..
Life Management / શિષ્ય સારી મૂર્તિઓ બનાવતો હતો, છતાં ગુરુ તેને ટોકતાં હતા, એક દિવસ શિષ્યને ગુસ્સો આવ્યો અને..
ધર્મ / POKમાં શરૂ થયું શારદા દેવી મંદિરનું નિર્માણ, આ ધાર્મિક સ્થળનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે
Life Management / ભગવાને ખેડૂતની ઈચ્છા પૂરી કરી, પાક પણ સારો થયો, પણ ડોડામાં દાણા નહોતા..
ધર્મ / માત્ર બાબા વિશ્વનાથ જ નહીં, અન્ય 11 જ્યોતિર્લિંગ પણ કાશીમાં સ્થાપિત છે, જાણો ક્યાં છે તેમના મંદિરો
ધર્મ / હીરામાં છે 8 ગુણ અને 9 ખામી, ફાયદા સાથે નુકસાન પણ થઈ શકે છે, ધ્યાનમાં રાખો આ વાતો