Not Set/ સંસદમાં માત્ર જોવા મળ્યો સંગ્રામ, કરદાતાના પરસેવાની કમાણી લડાઇમાં સમાણી

જનતાના ટેક્સથી ચાલતી સંસદમાં લોકશાહીનું ચીરહરણ થયું અને નાગરિકોના ટેક્સના 216 કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા.  

Top Stories India
CAMERA 3 1 સંસદમાં માત્ર જોવા મળ્યો સંગ્રામ, કરદાતાના પરસેવાની કમાણી લડાઇમાં સમાણી

સંસદમાં કેન્દ્ર સરકાર અને વિપક્ષે સમગ્ર ચોમાસા સત્રને લડાઇ ઝઘડામાં જ બરબાદ કરી નાખ્યું.  આમ નાગરિકને એક પ્રશ્ન થાય છે કે જનતાના સવાલોના જવાબ સાંસદ સ્વરૂપે સાંભળવા મળશે. પરંતુ જનતાના ટેક્સથી ચાલતી સંસદમાં લોકશાહીનું ચીરહરણ થયું અને નાગરિકોના ટેક્સના 216 કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા.

જનતાના 216 કરોડ રૂપિયા સ્વાહા

સંસદ ચલાવવા થાય છે લાખોનો ખર્ચ

દર મિનિટનો 2.5 લાખ રૂપિયાનો ખર્ચ વેડફાયો

લોકસભા 19 દિવસો સુધી રોજના 6 કલાકના હિસાબે કામ કરવાની હતી પણ જાસૂસી કાંડ અને નવા કૃષિ કાયદાને લઈને થયેલા હંગામાના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ ગઇ. આપણા ચૂંટેલા સાંસદો અંદર અંદર લડવામાં જ વ્યસ્ત રહ્યા અને આમ જનતાના લાખો કરોડો રૂપિયા સ્વાહા થયા. સંસદના ચોમાસુ સત્રમાં થઈ રહેલા હંગામાના કારણે જનતાના 216 કરોડ રૂપિયા વેડફાઈ ગયા છે. એક અંદાજ પ્રમાણે સંસદ ચલાવવા માટે દર મિનિટનો 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા બે દાયકોમાં સૌથી ઓછુ કામ થયુ હોય તેવા સત્રોમાં વર્તમાન સત્ર ચોથા ક્રમે છે. આ દરમિયાન લોકસભાની ઉત્પાદકતા 21 ટકા અને રાજ્યસભાની ઉત્પાદકતા 29 ટકા રહી છે. હદ તો ત્યારે થઇ કે જ્યારે સંગ્રામને રોકવા માટે માર્શલ બોલાવવાની ફરજ પડી.

બે દિવસ પહેલા પૂર્ણ થયું ચોમાસુ સત્ર

લોકસભામાં 114, રાજ્યસભામાં 112 કલાકનો હતો લક્ષ્યાંક

19 દિવસોમાં કાર્યવાહી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સ્વાહા

મોનસૂન સત્રમાં લોકસભા અને રાજયસભાને 19 દિવસોમાં ક્રમશ 114 અ્ને 112 કલાક કામ કરવાનુ હતુ પણ બંને ગૃહની કાર્યવાહી 17મા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી. 2016 બાદ પહેલી વખત સત્રમાં સૌથી ઓછુ કામ થયુ છે. 2016ના શિયાળુ સત્રમાં લોકસભાની કાર્યવાહી નક્કી કરેલા સમયની સામે માત્ર 15 ટકા જ થઈ હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તો સવાલ ઉઠાવ્યો કે શું રાજ્યસભાના ટેબલ નાચવા માટે છે.

2010માં 2જી કૌભાંડને પગલે સૌથી ખરાબ સત્રનો વિક્રમ

સંસદનુ સૌથી ખરાબ સત્ર 2010માં રહ્યુ હતુ. ત્યારે ભાજપ વિપક્ષમાં હતુ અને સીએજી રિપોર્ટમાં ટુજી સ્પેક્ટ્રમ ગોટાળાના થયેલા ઉલ્લેખ બાદ સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરીને બંને ગૃહની કાર્યવાહી ખોરવી નાંખી હતી અને તે સમયે રાજ્યસભામાં બે ટકા અને લોકસભામાં 6 ટકા જ કામ થયુ હતુ.

ઘૂસણખોરો પર બાજ નજર / ચીન અને પાકિસ્તાનની સરહદ પર નજર રાખશે અમદાવાદના કેમેરા

ITCનો ખોટો ક્લેઈમ / વધારે ITC મેળવતા વેપારીઓ વિરુદ્ધ GST વિભાગ દ્વારા કડક

રાજકીય વિશ્લેષણ / મોદીના માસ્ટર સ્ટ્રોકને વિપક્ષનો ટેકો !!