@અમિત રૂપાપરા
મર્ડરના ગુનામાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલો કેદી પેરોલ મેળવ્યા બાદ ફરાર થયો હતો. ત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના વેશ પલટો કરીને આરોપીને મીરઝાપુર ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરતના કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ગોવિંદ મૌર્ય લાજપોર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. વ્યારા કોર્ટ દ્વારા 21 જાન્યુઆરી 2021ના રોજ ગોવિંદ મૌર્યને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ લાકપોર જેલમાં પાકા કામના કેદી તરીકે ગોવિંદ મોર્ય સજા કાપી રહ્યો હતો.
આ ગોવિંદ 06-05-2023ના રોજ 15 દિવસની મુદતે પેરોલ લઈને જેલમાંથી બહાર આવ્યો હતો અને ગોવિંદને 22-05-2023ના રોજ બપોરે 12 વાગે લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં હાજર થયો ન હતો અને આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગોવિંદ સામે ગુનો દાખલ થયો હતો.
કાપોદ્રા પોલીસ દ્વારા ગોવિંદને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ત્યારે તેને શોધવા માટે અલગ અલગ ટીમો પણ તૈયાર કરવામાં આવી હતી અને અંતે ટેકનિકલ વર્કઆઉટ અને સર્વેલન્સના આધારે ગોવિંદ મૌર્ય તેના વતન મીરજાપુર ઉત્તર પ્રદેશમાં હોવાની માહિતી મળી હતી. તેથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના ASI પંકજભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઘેલાભાઈ તેમજ અર્જુનસિંહની ટીમ દ્વારા ગોવિંદને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પાકા કામના કેદી ગોવિંદ મૌર્યને પકડવા માટે ઉત્તર પ્રદેશના મીરજાપુરમાં પહોંચ્યા હતા અને વેશ પલટો કરીને આરોપીના ગામ સિકકા ખાતેથી તેને પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગોવિંદને ઉત્તરપ્રદેશથી સુરત લાવવામાં આવ્યો છે.
ગોવિંદને પકડવામાં ASI પંકજભાઇ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર, પોલીસ કોન્સ્ટેબલ ઘેલાભાઈ તેમજ અર્જુનસિંહ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. આ તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા અલગ અલગ વેશ પલટો કરવામાં આવ્યો હતો. જેથી ઉત્તર પ્રદેશના લોકોને તેમના પર શંકા ન જાય અને સ્થાનિક લોકો જેવો જ પહેરવેશ પહેરીને આ પોલીસ કર્મચારીઓએ ગોવિંદ પર વોચ રાખી હતી અને મોકો મળતા જ તેને ઝડપી પાડવામાં પોલીસ કર્મીઓને સફળતા મળી હતી.
આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું
આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..
આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો
આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની