આજે દેશભરમાં પારસી સમુદાય તેમના નવ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે.
ભારત સિવાય અન્ય દેશ જેવા કે ઇરાન, પાકિસ્તાન અને અમેરિકા જ્યા પારસીઓની વસ્તી છે તેઓ આજે હર્ષો ઉલ્લાસથી આ દિવસને મનાવી રહ્યા છે. આપને જણાવવાનું કે, આ તહેવારમાં પારસીઓમાં ચાર F નુ ઘણુ મહત્વ હોય છે. ફુડ, ફ્રેગરન્સ, ફાયર અને ફ્રેન્ડશિપ. આ દિવસની ઉજવણી કરવા પાછળ તેમનુ માનવુ છે કે પતેતીની ઉજવણીથી જીવનમાં શાંતિ, તંદુરસ્તી અને સુખ-સમૃદ્ધિ આવે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.