૨૦૧૯-૨૦માં ભાજપને ૭૫૦ કરોડ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસને ૧૩૯ કરોડનું ભંડોળ સત્તાવાર રીતે મળ્યું – આમાં બીનસત્તાવારની વાત નથી !!|?
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
મંદી કોરોના વિગેરે સૌને નડે છે. મોંઘવારી પણ સૌને નડે છે. જાે કે રાજકારણીઓ અને તેના ભક્તોને કશું નડતું નથી. તેઓને તો રૂા. ૧૦૦ કિલોના ભાવનું કઠોળ પણ પોસાય છે અને ૧૭૫ રૂપિયા કિલોના ભાવનું સીંગતેલ પણ પોસાય છે અને ૧૦૦ આસપાસની કિંમતના ભાવના ૧ લીટર પેટ્રોલ-ડિઝલ પણ પોસાય છે. બજારમાં ગમે તેવો ભાવવધારો હોય પરંતુ તે આવા લોકોને ક્યારેય નડતો નથી. કોરોનાકાળ ૨૦૧૯ના ડિસેમ્બર માસ શરૂ થયો. જાન્યુઆરી ૨૦૨૦માં પ્રથમ કેસ નોંધાયો. માર્ચ માસમાં લોકડાઉન આવ્યું. ઘણા ઉદ્યોગો માંદા પડ્યા તેમાંના કેટલાક બંધ પણ થયા અને કરોડો લોકો બેરોજગાર બન્યા. કેટલાકની રોજી સાવ ગઈ તો કેટલાકની આવક ઘટી. મોંઘવારીના માર અને ઘટતી આવક વચ્ચે લોકો આર્થિક કટોકટીમાં બરાબરના ઘેરાયા. અત્યારે મોંઘવારી ચરમસીમાએ છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મંદિનો કકળાટ કરે છે. ગરીબોની સંખ્યા વધી છે તો દેશમાં કોરોનાકાળ દરમિયાન ૨૦થી વધુ અબજપતિ કરોડપતિઓની સંપત્તિ પણ વધી છે.
તાજેતરમા રાજકીય પક્ષોને મળેલી આવકનો આંકડો બહાર આવ્યો છે તેમાં કોઈ પ૭ને માઈનસ આવી નથી. દિલ્હીમાં ચૂંટણી પંચ પાસે રાજકીય પક્ષોને મવેલા ભંડોળની જે વિગતો બહાર આવી છે તે સૌને વિચાર કરતા કરી મૂકી તેમ છે. કોર્પોરેટ અને વ્યક્તિગત ડોનેશન મેળવવાના જે આંકડા જાહેર થયા છે તે પ્રમાણે ૨૦૧૯-૨૦ એટલે કે ૨૦૧૯ના એપ્રિલ માસથી ૨૦૨૦ના માર્ચ માસ સુધીના સમયગાળા દરમિયાન ભાજપને રૂા. ૭૫૦ કરોડનું દાન મળ્યું છે. જ્યારે તેની સામે દેશની સૌથી જૂની પાર્ટી ગણાતી કોંગ્રેસને ૧૩૯ કરોડ રૂપિયા દાન મળ્યું છે. જ્યારે કોંગ્રેસના સાથીદાર પ૭ એન.સી.પી.ને ૫૯ કરોડ મમતા બેનરજીના પક્ષ ટીએમસીને આઠ કરોડ સીપીએમને ૧૯.૬ કરોડ અને સીપીઆઈને ૧.૯ કરોડનું દાન મળ્યું છે. આ આંકડા તો એક યા બીજા રાજ્યમાં સત્તા પર બેસેલા પક્ષને મળેલા દાનની વિગતો છે. સપા એ બસપા કે જે હાલ કોઈ રાજ્યમાં સત્તા પર નથી. છતાંય પણ ભંડોળ તો છે જ. આંધ્રનો સત્તાધારી પક્ષ વાય.આર.એસ. કોંગ્રેસ અને તેલંગણાના સત્તાધારી પક્ષ ટીઆરએસ કે તમિલનાડુના હાલના સત્તાધારી પક્ષ ડીએમકે અને ભૂતકાળના સત્તાધારી પક્ષ અન્ના ડીએમકેને પણ બે-પાંચ કરોડથી ઓછું દાન તો નથી જ મળ્યું. આ તો રેગ્યુલર દાનની વાત છે. ૨૦૧૪ બાદ ભાજપની આવકમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. કારણ કે તેની સત્તાનો વ્યાપ વદ્યો છે. સત્તાધારી પક્ષની આવક તો વધે જ. કારણ કે કોર્પોરેટ ગૃહ હોય કે ઉદ્યોગ ગૃહો કે પછી નાનો ઉદ્યોગપતિ હોય કે મોટો ઉદ્યોગપતિ હોય તેને પોતાનું કામ કઢાવવા માટે નાણા તો ચૂકવવા જ પડે છે. હવે આવા નાણા ચૂકવવા માટેનો સરળ રસ્તો એ છે કે પક્ષના ભંડોળમાં ફાળો આપો તમારૂં કામ થઈ જશે.
ગુજરાતમાં ૧૯૯૫ બાદ ભાજપની આવક વધી છે અને ૨૦૧૪ બાદ કેન્દ્રમાં ભાજપની આવક પણ વધી છે અને સંપત્તિ પણ વધી છે.વર્ષો જૂના પક્ષ કોંગ્રેસને પોતાનું દિલ્હીમાં બનતું કાર્યાલયના ખર્ચ માટે નાણા ભેગા કરવા મૂશ્કેલ બને છે. જાે કે ચૂંટણીપંચ પાસેના ૨૦૧૯-૨૦ના જે આંકડા જાહેર થયા તેના કરતાં ૨૦૨૦-૨૧ના આંકડા પણ જરાય ઓછા નહિ હોય. વધારે હશે.
આ તો ચૂંટણી સિવાયના ભંડોળની વાત છે. બાકી રાજકીય પક્ષ પછી તે ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અન્ય કોઈ પક્ષ હોય તેને ચૂંટણી જીતવા નાણાની જરૂરત પડે જ છેઅને ચૂંટણી માટે ખાસ ભંડોળ ઉઘરાવાય છે. કોઈપણ ધારાસભ્ય કે સંસદસભ્ય પહેલીવાર ચૂંટણી લડવા ઉતરે ત્યારે તેણે જે પોતાની આવક અને સંપત્તિ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં દર્શાવી હોય ત્યારબાદ જે તે રાજકીય હસ્તી ચૂંટણી જીતે અને પાંચ વર્ષ બાદ ફરીવારચૂંટણીજંગમાં ઉતરે ત્યારે જે ફરીવાર આવકઅને સંપત્તિનું સોગંદનામું ભરે તો તેમાં તેની આવક અને સંપત્તિએ બન્નેના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયેલો જાેવા મળશે. આ શું સૂચવે છે ?
૨૦૧૯-૨૦ના રાજકીય પક્ષોેને મળેલા દાનના જે આંકડા જાહેર થયા છે તેની સત્તાવાર આવક કહી શકાય. બાકી સત્તાધારી પક્ષને મળતી બીનસત્તાવાર આવકનો આંક તો ઘણો મોટો થઈ જાય છે. રાજકીય પક્ષો સત્તા પર ચીટકી રહેવા કે સત્તા મેળવવા જે ફાંફા મારે છે તેનું કારણ ભંડોળ પણ છે જ. ભલે કોંગ્રેસના કે ભાજપના અગર તો ટી.એમ.સી.ના ભક્તો ગમે તેવા ગાણા ગાય – ભક્તિ કરે પણ આખરે તો રાજકારણીઓ સેવાનો દંભ કરી મેવા જ જમે છે. હવે આવા પક્ષ કે મંદી ક્યાંથી નડે ? જે લોકો પહેલા મોંઘવારી સામે લડત કરતા હતાં તેવા પરીબળો હવે મોંઘવારીને યોગ્ય ગણાવવા ધર્મની આડ લે છે. રાષ્ટ્રવાદની વાતો પણ કરે છે. જાેકે આવા મુઠ્ઠીભર લોકો છે. બાકી ૧૩૪ કરોડ લોકો પૈકી ૧૩૦ કરોડ કરતાં વધુ લોકોને મોંઘવારી પણ નડે છે અને મંદી પણ નડે છે. હા, જે લોકો મોંઘવારી સહન કરીને પોતાના નેતાની ભક્તિ કરતા હોય તેઓને વધારાની આવક છે તે નક્કી થઈ જાય છે. ભૂખ્યા પેટે ભગવાનની ભક્તિ પણ ન થાય અને રાષ્ટ્રવાદના ગુણગાન પણ ન ગવાય. ૮૦ કરોડ લોકોને પાંચ-પાંચ કિલો મફત રાશન આપીને કોઈ આ રાજકારણીઓ લોકોના પેટ ભરતા નથી. હવે ખરી રીતે મફત રાશન આપીને તેનો વ્યાપક પ્રકાર કરવો તે તો ૮૦ કરોડ ગરીબો અને તેમની ગરીબીને અપમાન કહેવાય. તમે ફુલ કીટ આપો તો ઠીક છે. થોડાં કરોડ લોકોના પેટ પણ ભરાય. બાકી સોશ્યલ મિડિયામાં વિગતો આવે છે તે પ્રમાણે અત્યારે તો તેમાં તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી વાત જ છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ પાસે એકયા બીજી પ્રકારના ભંડોળ મેનેજરો છે. પણ સામાન્ય માનવીને તો મહેનત-મજૂરી કરીને આવક મેળવવાની છે. કોને દોષ દેવો ? વિચારવું જ પડશે.