પાટણ,
પાટણ જિલ્લાના હારીજ પાસે આવેલી નર્મદા કેનાલમાં કાર ખાબકી હતી. જેની જાણ સ્થાનિકોને થતાં તેઓએ આ અંગે હારીજ ફાયર વિભાગને જાણ કરી હતી.
પરંતુ 30 થી 40 ફુટ ઉંડા પાણીમાં ખાબકેલી કારની ભાળ મેળવી શકયા ન હતા. ત્યારબાદ હારીજના તરવૈયાઓને કેનાલમાં ઉતારવા પડયા હતા. તેમ છતાં કારનો તાગ મેળવી શકયા ન હતા.
અત્યાધુનિક સાધન સામગ્રીના અભાવે હારીજ ફાયર વિભાગ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં તો ઠીક પણ કારની ભાળ મેળવવામાં નિષ્ફળ રહયા હતા.આખરે 26 કલાક બાદ નર્મદા કેનાલમાં કાર ખાબકવાની ઘટનાનો અંત આવ્યો.
અમદાવાદની ડીપ દ્રાઈવ ટીમે આજે 2 કલાકની મહેનત કરીને પહેલા શોધ્યું ગાડીનું લોકેશન..
ગાડીનું લોકેશન શોધ્યા બાદ ગોતાખોરોએ બ્રેથિંગ એપરેટ સેટ નો ઉપયોગ કરીને ગાડીને બહાર નિકાળવામાં આવી. હારીજ તાલુકાના રાવીન્દ્રા ગામના યુવકની ગાડી હોવાનું સામે આવ્યું છે. ગાડીમાંથી આશરે 40 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અલ્ટો કાર માંથી હારીજ તાલુકાનાં રાવીન્દ્રા ગામના ભાવુજી ઠાકોર નામના યુવાનની લાશ નીકળી, લાશને હારીજ રેફરલ હોસ્પીટલ ખસેડવામાં આવી છે.