પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે નગર પાલિકાના ચીફ ઓફિસર વારંવાર ગેર હાજર રહેતા હોવાથી 10 જેટલા મહોલ્લા અને સોસાયટીઓમાં રોડના કામો અટવાઈ ગયા છે. આ વિસ્તારના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જયારે આ બાબતે મંતવ્ય ન્યુઝ દ્વારા ચીફ ઓફિસર પાસે જવાબ માંગવા જતા તેઓ કંઈપણ બોલ્યા વગર ઓફિસ છોડી પલાયન થઈ ગયા હતા, તો શું ચીફ ઓફીસર જાણી જોઈ ને કાઈ છુપાવવા માંગે છે…?
ચાણસ્મા શહેરમાં આવેલી 10 જેટલી સોસાયટી અને મહોલ્લાઓમાં છેલ્લા 40 વર્ષથી રોડનું અસ્તિત્વ જ નાં હતું. હવે જયારે વિસ્તારોમાં નગર પાલિકા દ્વારા રોડની કામગીરી હાથ ધરવામાં આવી તો પાલિકાના ચીફ ઓફિસર દ્વારા અધવચ્ચે આ કામોને અટકાવી દેવામાં આવ્યા છે.
આ અધૂરા કામને લઈને આ વિસ્તારોમાં ક્યાંક ખાડા ખોદાય તો ક્યાંક મેટલ પાથરવામાં આવ્યો છે જેના કારણે રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ચાણસ્મા વજીફાનો મહાડ વિસ્તારની હાલત જ બળથી બદતર છે.
ચાણસ્માની ઉમિયા નગર સોસાયટી, સંસ્કાર સોસાયટી, હરિ ૐ સોસાયટી, રામકૃષ્ણ સોસાયટી, ભાગ્યોદય સોસાયટી, ઈશ્વરકૃપા સોસાયટી, સરદાર સોસાયટી, સહિતં સોસાયટીમાં 40 વર્ષ બાદ રોડની કામગીરી શરૂ તો કરાઈ પરંતુ અધવચ્ચે કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે આ સોસાયટીઓમાં વાહનો અટવાઈ પડે છે તો ખાડાઓમાં નાના બાળકો પડી જવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે.
સોસાયટીઓના રહીશો દ્વારા આ બાબતે અનેકવાર પાલિકામાં રજુઆતો કરવામાં આવી છે. તો પાલિકામાં મહિલાઓના ટોળા રજુવાત કરવા ગયા પરંતુ પાલિકાના ચીફ ઓફિસર હાજર જ ના હોવાથી મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો તો બીજી તરફ પાલિકાના બેઠકમાં આ વિસ્તારના નગર સેવકો દ્વારા પણ રજુઆત કરાઈ પરંતુ તેમ છતાંય કોઈ નિરાકરણ આવતું નથી.
જોકે હવે ચાણસ્મા પાલિકાના ચીફ ઓફિસરની ગેર હાજરી અને રોડના અધૂરા કામોને લઈ પરેશાન આ વિસ્તારના રહીશો હવે આંદોલનનો માર્ગ અપનાવશે, તેવો આક્રોશ જોવા મળી રહ્યો છે જયારે મંતવ્ય ન્યૂઝની ટિમ પાલિકાએ પહોંચી ત્યારે આખો દિવસ હાજર ના રહેલા ચીફ ઓફિસર સાંજે 6:30 વાગે પાલિકા બંધ થયા પછી તેમની ઓફિસમાં જોવા મળ્યા હતા.
ત્યારે આ રોડના કામો કેમ અટકાવાયા છે બાબતે પાલિકાના ચીફ ઓફિસર સેજલબેન મુધવાને પૂછતા તેઓ કોઈ પણ જવાબ ના આપી તુરત જ ચાલતી પકડી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.