Not Set/ પાટણનો આ માર્ગ હવે લોકગાયક સ્વ.મણીરાજ બારોટના નામે ઓળખાશે

જાણીતા ગુજરાતી લોકગાયક સ્વ.મણીરાજ બારોટના નામ પરથી રસ્તાનું નામાભિકરણ કરવામાં આવ્યું હતું.પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તાથી શિહોરી ત્રણ રસ્તાનું પાલિકા દ્વારા ગુજરાતી ગાયક કલાકાર સ્વ મણિરાજ બારોટના નામ પર નામાંકરણ કરવામાં આવ્યું હતું.પાલિકામાં આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. પાટણ પાલિકા ખાતે મણિરાજ બારોટની દીકરી ગાયક કલાકાર રાજલ બારોટ અને સામાજિક કાર્યકર લક્ષ્મીચંદ સોલંકી સહીત […]

Gujarat Others
Untitled પાટણનો આ માર્ગ હવે લોકગાયક સ્વ.મણીરાજ બારોટના નામે ઓળખાશે

જાણીતા ગુજરાતી લોકગાયક સ્વ.મણીરાજ બારોટના નામ પરથી રસ્તાનું નામાભિકરણ કરવામાં આવ્યું હતું.પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તાથી શિહોરી ત્રણ રસ્તાનું પાલિકા દ્વારા ગુજરાતી ગાયક કલાકાર સ્વ મણિરાજ બારોટના નામ પર નામાંકરણ કરવામાં આવ્યું હતું.પાલિકામાં આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

પાટણ પાલિકા ખાતે મણિરાજ બારોટની દીકરી ગાયક કલાકાર રાજલ બારોટ અને સામાજિક કાર્યકર લક્ષ્મીચંદ સોલંકી સહીત સ્નેહીઓ દ્વારા નામાંકરણ બદલ આભારવિધિ અને સન્માનકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજલ બારોટે કહ્યું હતું કે મારા પિતાના નામ પરથી પાટણના માર્ગને નામ આપવાની દરખાસ્ત મંજુર થઈ ગઈ છે.આ મારા પરિવાર માટે જ નહીં પરંતુ સંપૂર્ણ સંગીત જગત અને ગુજરાતના સમસ્ત નાગરિકો માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ,બાંધકામ ચેરમેન ડો નરેશ દવે ,પક્ષના નેતા મનોજ પટેલ ,પાલિકા કર્મચારી જય રામીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.

આપને જણાવી દઈએ કે ૪૨ વર્ષની વયે નવરાત્રીની આઠમને શનિવાર, સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૬ના રોજ રાજકોટ પાસેના એક રિસોર્ટમાં હ્દયરોગનો હુમલો થતાં તેમનું અવસાન થયું હતું.

તેમની દીકરી અને પ્રખ્યાત ગુજરાતી ગાયક રાજલ બારોટે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, આજનો દિવસ તેમના માટે બહુજ ખાસ છે, આજે તેમના પિતા અને પ્રખ્યાત ગુજરાતી ગાયક સ્વ. મણિરાજ બારોટ ના નામે પાટણ ના એક માર્ગનું નામકરણની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

આ ફક્ત તેમના પરિવાર માટે જ નહિ પરંતુ સમગ્ર સંગીતજગત માટે અને ગુજરાત ના નાગરિકો માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. દરખાસ્ત મંજુર કરવા બદલ રાજલ બારોટે પાટણ નગરપાલિકાના અધ્યક્ષ અને પાટણ જીલ્લાના નામી અને અનામી તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે રાજલ બારોટે અયોધ્યા ચુકાદા અંગે દેશની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.