પાટણના રાધનપુરની કુશ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ઓપરેશન બાદ મહિલાનું મોત નીપજતા હોબાળો મચી ગયો હતો. ત્યારે પરિવારે ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાધનપુર તાલુકાની કલ્યાણપુરા ગામની મહિલાનું પથરીના ઓપરેશન બાદ એકાએક મોત નીપજ્યુ હતુ. મૃતક મહિલાનું નામ હંસાબેન ઠાકોર હતુ.
આરોપી ડોકટરની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારે ઈન્કાર કર્યો છે. ત્યારે ઠાકોર સમાજના ટોળા હોસ્પિટલ ખાતે ઊમટતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
ત્યારે ક્યા કારણોસર મહિલાનું મોત નીપજ્યુ. આવા અનેક પ્રશ્રો પોલીસ સામે ઉભા થઇ રહ્યા છે. આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.