Not Set/ સિદ્ધપુરમાં તસ્કરોએ મચાવ્યો આતંક, પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર તસ્કરોનો તમાચો

સિદ્ધપુર, સિદ્ધપુર હાઇવે પર આવેલી સોસાયટીઓમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો. શુકન રેસીડેન્સીના એક બંધ મકાનમાં તેમજ રુદ્રાક્ષ સોસાયટીમાં ત્રણ બંધ મકાનોમાં તસ્કરોએ તાળાં તોડી હાથ ફેરો કર્યો હતો. જેમાં સુકાન રેસિડેન્સીમાં આવેલા મકાનમાંથી રોકડ રૂપિયા 15000 તેમજ સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 35000 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જયારે રુદ્રાક્ષ સોસાયટીમાં આવેલા […]

Top Stories Gujarat Others Videos
mantavya 115 સિદ્ધપુરમાં તસ્કરોએ મચાવ્યો આતંક, પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર તસ્કરોનો તમાચો

સિદ્ધપુર,

સિદ્ધપુર હાઇવે પર આવેલી સોસાયટીઓમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો. શુકન રેસીડેન્સીના એક બંધ મકાનમાં તેમજ રુદ્રાક્ષ સોસાયટીમાં ત્રણ બંધ મકાનોમાં તસ્કરોએ તાળાં તોડી હાથ ફેરો કર્યો હતો.

જેમાં સુકાન રેસિડેન્સીમાં આવેલા મકાનમાંથી રોકડ રૂપિયા 15000 તેમજ સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 35000 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જયારે રુદ્રાક્ષ સોસાયટીમાં આવેલા મકાનમાંથી 4 થી 5 હજારની રોકડ રકમની ચોરી કરી હતી અને અન્ય બે મકાનોમાં તસ્કરોને ફેરો ફોગટમાં ગયો હતો.

આ અંગે પટેલ પ્રકાશભાઈ સોમાભાઈ દ્વારા જાણવાજોગ નોંધાયેલી ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે તસ્કરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઠંડીમાં તસ્કરો સિદ્ધપુરમાં ફરીવાર સક્રિય બનતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો છે. તેમજ પોલીસના રાત્રી પેટ્રોલિગના લીરેલીરા ઉડાડયા છે.