પાટણ,
પાટણમાં એક અનોખો વિરોધ સામે આવી છે. પાટણ યુનિવર્સિટીના કુલપતિ પર ભ્રષ્ટચાર આક્ષેપો કરી કડક કાર્યવાહી કરવા પોતાના બચાવો સંધર્ષ સમિતિ દ્વારા લોહીથી સહી કરી આવેદનપત્ર આપ્યું હતું. 50 યુવાનોએ કુલપતિ પર 12 મુદ્દાના આક્ષેપો કરી લોહીથી અંગૂઠાઓ વળે સહી કરી અનોખો વિરોધ કર્યો. સમયસર કુલપતિ વિરુદ્ધ કાર્યવાહી નહિ કરવામાં આવેતો આગામી દિવસો માં ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી આપી છે. હાલ ગુજરાત ખાતે ભારતના PM મોદી પધારેલા હોવાથી પાટણ કલેકટરને વિદ્યાર્થીઓ લોહીથી સહી કરેલું આવેદન પત્ર આપવામા આવ્યું છે.