ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુકાઇ ગયું છે. હવે ચૂંટણી મેદાનમાં તમામ રાજકિય પાર્ટીઓ જંગ લડવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. હાલ કોંગ્રેસની રાજકિય સ્થિતિ રાજયમાં સારી નથી,આજે સામાજિક કાર્યકર અને પાસ કન્વીનર દિનેશ દિનેશ બામણીયાએ કોંગ્રસ પર વિધાનસભા ચૂંટણી મામલે આકરા પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપ પાટીદાર આંદોલનના ચહેરાઓને ટિકિટ આપે છે તો કોંગ્રેસને શું પેટમાં દુ;ખે છે.
પાટીદાર આંદોલન સમિતિના મુખ્ય ચેહરાઓને BJP-AAP ટીકીટ આપે છે, તો કોંગ્રેસને શું પેટમાં દુઃખે છે?
“માસુમ સવાલ”@AAPGujarat @BJP4Gujarat @INCGujarat @jagdishthakormp @VtvGujarati @Zee24Kalak @abpasmitatv @GSTV_NEWS @Gujarat1st @sandeshnews @News18Guj @tv9gujarati @GujaratTak— Dinesh Bambhania (@dineshbambhania) November 9, 2022
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થઇ ગયા બાદ રાજકિય માહોલ ગરમાઇ ગયું છે, રાજ્યમાં હાલ ઉમેદવારની યાદી તૈયાર કરવામાં તમામ પાર્ટીઓ કામે લાગી છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતની ચૂંટણી યોજાવવાની છે અને 8 ડિસેમ્બરે પરિણામ આવશે.