ગુજરાતના રાજકારણના પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારોના 15 ટકા એટલે કે વિધાનસભાની 71 બેઠકો પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપથી રિસાયેલા છે, તેમને મનાવવા માટે ભાજપે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીઓને યાત્રા પ્રવાસ માટે ઉતાર્યા છે, આ બંને કેન્દ્રીય મંત્રી પાટીદારોનો પ્રેમ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, કેમકે આગામી 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠકોનો લક્ષય પાર કરવો હશે તો પાટીદારો નો પ્રેમ પાછો લેવો પડશે તેવું એક તારણ ભાજપના આંતરિક સર્વે માં આવ્યું હતું 2017ની ચૂંટણીમાં પાટીદારોના કારણે ભાજપની 8 બેઠકો ઘટી ગઈ હતી.ગુજરાતમાં હાલ ભાજપનાં 44 ધારાસભ્યો, 6 સાંસદો ઉપરાંત ત્રણ સાંસદો હાલ રાજ્યસભામાં પાટીદાર છે
આ 50 બેઠકો પર પાટીદાર પાવર
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠકો છે, જેમાં ઊંઝા, વિસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર,નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ,
આ 21 બેઠકો પર પાટીદારો નું પ્રભુત્વ
અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર,તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા,કલોલ, બાપુનગર.