Panchmahal News : શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 2024ની મોડીરાત્રે ઘરફોડિયા તસ્કરે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને મહાકાળી માતાજીનાં આભૂષણોની ચોરી કરી હતી. લાભપાંચમના દિવસે મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખની રકમના સોનાના 6 હાર અને સોનાના ઢોળ ચડાવેલા બે મુગુટ સાથે એક તસ્કરની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારે હવે મંદિરમાં ચોર ઘૂસી જતા ગર્ભગૃહનું શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધિકરણ કરાશે. તે માટે આવતીકાલે (8 નવેમ્બર)પાવાગઢ મંદિર સાંજે 4 વાગ્યાથી બંધ કરાશે. શનિવારે સવારે 6 વાગ્યાથી મંદિરમાં દર્શન કરી શકાશે.
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી થતા માતાજીની પાદુકા, ત્રિશૂળ સહિત પૂજાની સામગ્રીનું શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ શુદ્ધિકરણ કરવાની કામગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. આ માટે શુક્રવાર 8 નવેમ્બરના દિવસે નિજ મંદિરનાં દ્વાર સાંજે 4 વાગ્યા પછી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે અને જે પુનઃ બીજા દિવસે એટલે કે શનિવાર 9 નવેમ્બરના સવારે 6 વાગ્યા પછી ખોલવામાં આવશે. આ જાહેરાત શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 2024ની મોડીરાત્રે ઘરફોડિયા તસ્કરે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને ચોરી કરી હતી. જેથી મંદિરના ગર્ભગૃહમાં ચોર દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હોવાથી ગર્ભગૃહને શુદ્ધ કરવામાં આવશે અને સાથે માતાજીની પ્રતિમાઓ અને ગર્ભગૃહમાં રાખવામાં આવતી તમામ સામગ્રીઓને પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધ કરવામાં આવનાર હોવાની જાણકારી મળી છે.
આ પણ વાંચો: મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ, ઓપરેટરો હડતાળ પર
આ પણ વાંચો: હવે આ સ્થળોએ એપોઇન્ટમેન્ટ વિના આધારકાર્ડની કામગીરી શરૂ કરાઈ
આ પણ વાંચો: સંસદ ભવનમાં નકલી આધારકાર્ડથી ઘૂસણખોરીનો પ્રયાસ, 3 લોકોની કરાઈ ધરપકડ