જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી સુપ્રીમો મહેબૂબા મુફ્તિએ કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે વિશ્વાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર એક ખુલ્લી જેલ બની ગઈ છે. જ્યાં અસહમતીએ અપરાધ ગણવામાં આવે છે. લોકો માત્ર મોઢું ખોલવાને કારણે જ જેલ ભેગા થઇ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે 24 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસ સ્થાને જમ્મુ-કાશ્મીર મુદ્દે બેઠક બોલાવી હતી. મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા સહિત ખીણના ઘણા નેતાઓ તે બેઠકમાં હાજર રહ્યા હતા. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, મને સ્પષ્ટતા કરવા દો કે હું દિલ્હી ચૂંટણી યોજવાની માંગણી કરવા નથી આવી.
મહેબૂબા મુફ્તી ગુરુવારે જમ્મુ-કાશ્મીર મુદ્દે પીએમ મોદીની સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી આવી હતી. ઓગસ્ટ, 2019 માં, કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતાં, જમ્મુ-કાશ્મીરથી કલમ 37૦ રદ કરી અને પૂર્વ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યું. વિભાજન બાદ કેન્દ્ર સરકાર પહેલીવાર જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે આ રીતે મુલાકત કરી છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં વિશ્વાસ મત અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અંગે વાતચીત કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે વિશ્વાસ વધારવાનાં પગલાં શું છે તે પૂછતાં મુફ્તીએ કહ્યું કે કેન્દ્રને જમ્મુ-કાશ્મીરનાં લોકો સુધી પહોંચવાની જરૂર છે કે જેઓ પીડિત છે અને તેમની સાથે ‘દિલ ની દુરી’ દુર કરવાની જરૂર છે. ગુરુવારે બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ‘દિલ્હી ની દૂરી’ અને ‘દિલ ની દૂરી’ દુર કરવા માંગે છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “જે રીતે જમ્મુ અને કાશ્મીરમાં લોકોને પ્રતાડિત કરવામાં આવે છે તેને રોકવાની જરૂર છે. આ ડોમિસાઇલ ઓર્ડર્સ બંધ કરવાની જરૂર છે. સદભાવનાના રૂપે કેદીઓને મુક્ત કરવા જોઈએ. જમ્મુ-કાશ્મીર પરની ઘેરાબંધી દુર કરવી જોઈએ.