Not Set/ અંધ તંત્રને ઝંઝોડવા લોકોએ શરુ કર્યું “સેલ્ફિ વિથ ખાડા” અભિયાન

કર્ણાટક………જી નહીં અહીં કોઇ પોલીટીકલ ડ્રામાની વાત કરવામાં નથી આવી રહી. હા પરંતુ એ વાત પણ સાચી જ છે કર્ણાટકનું નામ સાંભળતા જ લોકોનાં મનમાં એક જ વાત આવે છે કે ફરી પાછુ રાજકીય નાટક શરૂ થયું કે શું. અને થાય પણ કેમ નહીં કારણ કે દેશમાં આ એક એવું રાજ્ય છે જ્યા કદી રાજકીય […]

Top Stories India
selfie with khada અંધ તંત્રને ઝંઝોડવા લોકોએ શરુ કર્યું "સેલ્ફિ વિથ ખાડા" અભિયાન

કર્ણાટક………જી નહીં અહીં કોઇ પોલીટીકલ ડ્રામાની વાત કરવામાં નથી આવી રહી. હા પરંતુ એ વાત પણ સાચી જ છે કર્ણાટકનું નામ સાંભળતા જ લોકોનાં મનમાં એક જ વાત આવે છે કે ફરી પાછુ રાજકીય નાટક શરૂ થયું કે શું. અને થાય પણ કેમ નહીં કારણ કે દેશમાં આ એક એવું રાજ્ય છે જ્યા કદી રાજકીય નાટક ખતમ થવાનું નામ જ નથી લેતું.

રાજનેતાએ અને સત્તાધિશો આવા રાજકીય નાટકોમાંથી ઉંચા જ આવતા નથી અને માટે જ લોકો અને સામાજીક સંગઠનો દ્વારા લોક પ્રશ્નો માટે આવા નવતર પ્રયોગો કરવા પડે છે. જી હા કર્ણાટકમાં નાગરિક દ્વારા એક પ્રકારની નવતર પહેલ કરવામાં આવી છે.આપને જાણીને આશ્ચર્ય થશે કે, MCC સિવિક ગ્રૂપે મેંગ્લરૂ માં ‘સેલ્ફી વિથ પોથપોલ્સ’ એટલે કે “ખાડા સાથે સેલ્ફી ” અભિયાન શરૂ કર્યું છે. લોકો રાજ રમતમાં રાચતા રાજનેતાઓ અને તંત્રથી એટલા ઉદાશીન છે કે, પ્રજાનાં પ્રશ્નને આ પ્રકારે વાચા આપવા માટે મજબૂર બન્યા છે. આ અભિયાનમાં લોકો ખાડા સાથે સેલ્ફી ક્લિક કરી શકે છે અને તેને સોશિયલ મીડિયા પર ઉલ્લેખિત સ્થાન સાથે શેર કરી શકે છે.

લોકોમાં સેલ્ફિ વિથ ખાડા અભિયાનને ભારે કૌતુક જગાવ્યું છે અને અંઘ અને બહેરા તંત્રને લોકો દ્વારા લેવામાં આવતી સેલ્ફિથી પ્રજા પ્રશ્ન પર વિચાર કરવા અને રાજ રમતમાંથી થોડો સમય કાઢી પ્રજાનાં કામ કરવા માટે મજબૂર કરવાની હાકલ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે ગુજરાતમાં પણ ખરાબ રોડનાં કારણે એક વરિષ્ઠ નેતા દ્વારા ટ્વિટ કરવામાં આવતા સમગ્ર મામલે કામમાં તિવ્રતા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.