પાટણ/ સિધ્ધપુરના તળાવમાં લોકોએ શરૂ કરી ખેતી

સિધ્ધપુર શહેરી વિસ્તારમાંથી આવતું ગટરનું ગંદુ પાણી ખોલવાડાના અન્ય તળાવમાં વહી રહ્યું છે.ત્યારે  જે પશુઓ આ તળાવના પાણી પીને તરસ છીપાવતા હતા.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 02T124041.277 સિધ્ધપુરના તળાવમાં લોકોએ શરૂ કરી ખેતી

@પ્રવીણ દરજી

 • ખોલવાડામાં ઓક્સીડેશન તળાવમાં શરૂ કરી ખેતી
 • 20 વર્ષ અગાઉ ફાળવી હતી 12 હેક્ટર જમીન
 • ખોલવાડા પંચાયતે સિધ્ધપુર ન.પા.ને ફાળવી હતી જમીન
 • તળાવમાં ગટરનું ગંદુ પાણી ભળતા દુર્ગંધનું સામ્રાજ્ય
 • ગ્રામજનો દ્વારા આંદોલનની ઉચ્ચારવામા આવી ચીમકી

સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામની પંચાયતે 20 વર્ષ અગાઉ નગરપાલિકાને ગટરના પાણીના નિકાલ માટે ૧૨ હેક્ટર જગ્યા ફાળવી હતી. જેમાં ઓક્સિડેશન તળાવ બનાવી તેમજ ગટરના ગંદા પાણીનો નિકાલ કરવાનો હતો.પરંતુ તે 12 હેક્ટર જમીનમાં અત્યારે કેટલાક લોકો દ્વારા ખેતી કામ કરવામાં અને પાક વાવવામાં આવી રહ્યા છે.. તેમજ પશુઓ પણ ચરાવવામાં આવે છે. ઉપરાંત સિધ્ધપુર શહેરી વિસ્તારમાંથી આવતું ગટરનું ગંદુ પાણી ખોલવાડાના અન્ય તળાવમાં વહી રહ્યું છે.ત્યારે  જે પશુઓ આ તળાવના પાણી પીને તરસ છીપાવતા હતા.તે પશુઓ હવે ગટરના ગંદા પાણી પીવા માટે મજબૂર બન્યા છે.તે ઉપરાંત તળાવમાં ગટરનું ગંદુ પાણી ભળતા આસપાસમાં રહેતા લોકોને પણ દુર્ગંધનો ભોગ બનતા ગ્રામજનો દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

 • – સિધ્ધપુરના ખોલવાડામાં ઓક્સીડેશન તળાવમાં લોકોએ ખેતી શરૂ કરી.
 • – પશુઓ ગટરનું ગંદુ પાણી પીવા મજબુર બન્યા.
 • – 20 વર્ષ અગાઉ ખોલવાડા પંચાયતે સિધ્ધપુર નગરપાલિકાને 12 હેક્ટર જમીન ફાળવી હતી.
 • – પંચાયત અન્ય જગ્યાએ ફાળવણી કરવા તૈયાર : પણ પ્રશ્નનું નિરાકરણ લાવો.
 • – ઓક્સિડેશન તળાવનો ઉપયોગ નથી થતો તો તેને શ્રી સરકાર કરી દેવી જોઈએ : ગ્રામજનો
 • – તળાવમાં ગટરનું ગંદુ પાણી ભળતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય : આંદોલનની ચીમકી

Patan News: સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામની પંચાયતે 20 વર્ષ અગાઉ નગરપાલિકાને ગટરના પાણીના નિકાલ માટે ૧૨ હેક્ટર જગ્યા ફાળવી હતી જેમાં ઓક્સિડેશન તળાવ બનાવી તેમજ ગટરના ગંદા પાણીનો નિકાલ કરવાનો હતો પરંતુ તે 12 હેક્ટર જમીનમાં અત્યારે કેટલાક લોકો દ્વારા ખેતી કામ કરવામાં અને પાક વાવવામાં આવી રહ્યા છે તેમજ પશુઓ પણ ચરાવવામાં આવે છે ઉપરાંત સિધ્ધપુર શહેરી વિસ્તારમાંથી આવતું ગટરનું ગંદુ પાણી ખોલવાડાના અન્યત્ર તળાવમાં વહી રહ્યું છે જેને પરિણામે હજારો પશુઓ જે આ તળાવના પાણી પી ને તરસ છીપાવતા હતા તે પશુઓ હવે ગટરના ગંદા પાણી પીવા માટે મજબૂર બન્યા છે તે ઉપરાંત તળાવમાં ગટરનું ગંદુ પાણી ભળતા આસપાસમાં રહેતા લોકોને પણ દુર્ગંધનો ભોગ બનવું પડી રહ્યું છે જેને લઈને વહેલી ટકે નિરાકરણ લાવવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

જોકે ખોલવાડા ગામ પંચાયત અત્યારે પણ સિધ્ધપુર નગરપાલિકાને સરસ્વતી નદી તરફના છેવાડે વધુ જગ્યા ઓક્સિડેશન માટે ફાળવવા માટે તૈયાર છે જેથી આ પ્રશ્ન હાલ થઈ શકે પરંતુ તે માટે સિદ્ધપુર નગરપાલિકા એ પણ તૈયારી દાખવવી પડશે. ખોલવાડા ના ગ્રામજનોની માંગણી છે કે જે જમીન 20 વર્ષ અગાઉ ઓક્સિડેશન તળાવ માટે ફાળવાઈ હતી ત્યાં ઓક્સિડેશન થતું નથી પરંતુ ખાનગી લોકો ખેતી કરે છે જેથી આ જમીનને પરત મેળવી શ્રી સરકાર કરી દેવી જોઈએ તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 સિધ્ધપુરના તળાવમાં લોકોએ શરૂ કરી ખેતી


આ પણ વાંચો:1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા