પોતાના સનકી સ્વભાવથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉને પોતાની જનતાને ભૂખમરી લાવી દીધી છે. કિમ જોંગ ઉને ભૂખમરાથી પીડિત ઉત્તર કોરિયન લોકો માટે યુએનની મદદ માંગી છે. ઉત્તર કોરિયાનાં લોકો આજે જીવનનાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્રને મોકલેલા સ્વૈચ્છિક અહેવાલમાં માહિતી આપી છે કે દેશનાં ખાદ્યપદાર્થો 2018 માં સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. જેનું મુખ્ય કારણ કુદરતી આફતો અને અપૂરતી કૃષિ સામગ્રીને ટાંકવામાં આવી છે. ઉત્તર કોરિયાએ તેના પર સંયુક્ત રાષ્ટ્રનાં પ્રતિબંધો હટાવવાની અપીલ કરી છે.
ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે! / ભાગેડું મેહુલ ચોક્સીએ ભારતીય એજન્સીઓ પર અપહરણનો લગાવ્યો આરોપ
સંયુક્ત રાષ્ટ્રને મોકલવામાં આવેલા એક અહેવાલમાં ઉત્તર કોરિયાએ માહિતી આપી છે કે, તેમના અનાજનો ભંડાર લગભગ ખાલી થઇ ચુક્યો છે અને તેમને વૈશ્વિક સંસ્થાની મદદની જરૂર છે. આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર છે જ્યારે ઉત્તર કોરિયાએ અનાજની અછતને જાહેર કરી છે. ઉત્તર કોરિયાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે તેમની પાસે ખેતી માટે નીચા-સ્તરનાં મશીનો છે, જેના કારણે તેઓ પૂરતા પ્રમાણમાં અનાજ ઉગાડવામાં સમર્થ નથી. ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉન સત્તા પર આવ્યા ત્યારથી ઉત્તર કોરિયાનાં લોકો સૌથી ખરાબ તબક્કો જોઇ રહ્યા છે. ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્રને મોકલેલા સ્વૈચ્છિક અહેવાલમાં માહિતી આપી છે કે, દેશનાં ખાદ્યપદાર્થો 2018 માં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. જેનું મુખ્ય કારણ કુદરતી આફત અને અપૂરતી કૃષિ સામગ્રીને આભારી છે.
ડ્રોન / જમ્મુ કાશ્મીરમાં ફરીવાર ડ્રોન જોવા મળ્યો,સેનાએ ફાયરિગ કરતાં ડ્રોન પાકિસ્તાન પરત ફર્યો
ભૂખમરોની આરે આવેલા ઉત્તર કોરિયાએ અહેવાલમાં જણાવ્યું છે કે યુએન દ્વારા તેના પર ઘણાં પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાને કારણે તેને ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવામાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર કોરિયાએ આ પ્રતિબંધો હટાવવાની અપીલ કરી છે. જણાવી દઇએ કે, 2017 માં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે પરમાણુ શસ્ત્રો અને મિસાઇલોનાં પરીક્ષણ માટે સજા ફટકારીને ઉત્તર કોરિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. જેમા મર્યાદિત સ્તરે ક્રૂડ તેલની આયાત, કાપડની નિકાસ, કુદરતી ગેસ અને પ્રવાહી આયાત પર પ્રતિબંધો શામેલ છે. આ સાથે ઉત્તર કોરિયાનાં નાગરિકોને પણ અન્ય દેશોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.