ગુજરાત હવામાન આગાહી/ રાજ્યમાં અંગદઝાડતી ગરમીથી લોકોને મળશે રાહત, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં આકરી ગરમીમાં લોકોને રાહત મળશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 09T125155.609 રાજ્યમાં અંગદઝાડતી ગરમીથી લોકોને મળશે રાહત, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં આકરી ગરમીમાં લોકોને રાહત મળશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ 11થી 13 મે દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ડાંગમાં 11મે ના રોજ વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ભારત સિવાય છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની આગાહીની સંભાવના વ્યક્ત કરી છે.

હાલમાં રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અંગ દઝાડતી ગરમીમાં લોકો 11 વાગ્યા બાદ નીકળવાનું ટાળે છે. ગરમીનો પ્રકોપને લીધે બપોરે પણ રસ્તાઓ સૂમસામ જોવા મળે છે. ત્યારે લોકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યગુજરાતમાં હવામાન બદલાતા કમોસમી વરસાદ જોવા મળી શકે છે. અત્યારે રાજ્યમાં સરેરાશ તાપમાન 42ની આસપાસ નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં હજુ 6 દિવસ લોકોને ગરમીમાંથી છુટકારો નહી મળે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી 6 દિવસ અમદાવાદનું તાપમાન 42થી 43 ડિગ્રીની વચ્ચે રહેશે.

હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે. કારણ કે અત્યારે ખેડૂતો માટે મહત્વના દિવસો છે. કેરીના પાક ઉતરી ગયો છે પરંતુ જો વરસાદ પડે તો કેરી બગડવાની શકયતા વધે છે. અને આ જ કારણ છે કે કમોસમી વરસાદની આગાહીથી કેરીના વેપારીઓની પણ ચિંતામાં વધારો થયો છે. જે લોકોએ કેરીનો મોટાપાયે સંગ્રહ કર્યો તેમાં બગાડ થવાની શકયતા અનેકગણી વધી છે. રાજ્યમાં કમોસમી વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપશે પરંતુ ખેડૂતો અને કેરીના વેપારીઓની ચિંતામાં વધારો કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….