શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર લોકોના ખિસ્સા પર થવાની છે અને તેની અસર રસોડાના બજેટ પર પડી શકે છે. આજે અગાઉ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
PNGના ભાવ વધવાથી બગડશે રસોડાનું બજેટ, વૈશ્વિક બજારમાં ગેસના ભાવ વધવાની અસર
શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.61 અને ડીઝલની કિંમત 93.87 પ્રતિ લીટર થઈ ગઈ છે. આ પહેલા શુક્રવારે રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં વધારો કર્યા બાદ PNGની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર લોકોના ખિસ્સા પર થવાની છે અને તેની અસર રસોડાના બજેટ પર પડી શકે છે.
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ જણાવ્યું હતું કે પાઇપ દ્વારા રસોડામાં પહોંચતા PNGની કિંમતમાં પ્રતિ SCM રૂ. 5.85નો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલી કિંમતો આજથી એટલે કે 01 એપ્રિલ 2022થી અમલમાં આવી છે. આ તેજી પછી, હવે ગૌતમ બુદ્ધ નગરમાં PNGની કિંમત આજથી 41.71/SCM થઈ ગઈ છે.
સીએનજીના ભાવમાં પણ આટલો વધારો થયો છે
આ પહેલા ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ પણ CNGની કિંમતો વધારવાની જાણકારી આપી હતી. દિલ્હીમાં CNGની કિંમતમાં 80 પૈસા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તાજેતરના વધારા બાદ દિલ્હીમાં સીએનજીની કિંમત 60.81 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જે અત્યાર સુધી 60.01 રૂપિયા પ્રતિ કિલો હતી. વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાતા CNGની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં દેશના કેટલાક શહેરોમાં તેની કિંમત 37 ટકા મોંઘી થઈ ગઈ છે.
કોમર્શિયલ સિલિન્ડર 250 રૂપિયા મોંઘું
શુક્રવારે સવારે જ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં તેની કિંમત 2,253 રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે 3 નવેમ્બરે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા બાદ ડીઝલ-પેટ્રોલના ભાવ મહિનાઓ સુધી સ્થિર રહ્યા હતા. ગયા મહિને, 22 માર્ચથી, દરરોજ ભાવ વધારવાની પ્રક્રિયા ફરીથી શરૂ થઈ. આ દરમિયાન માત્ર 2 દિવસ એવા હતા જ્યારે ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો થયો ન હતો. આ 11 દિવસમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 6.40 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં જ રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં પેટ્રોલ ફરી સદીને આંબી ગયું છે.
બીજી તરફ કેટલાક શહેરોમાં આજથી લોકોને મોટી રાહત મળી છે. મહારાષ્ટ્ર સરકારે 1 એપ્રિલથી CNG અને PNG પર વેટ 13.5 ટકાથી ઘટાડીને 3 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ પછી વિતરક મહાનગર ગેસે મુંબઈમાં સીએનજીના ભાવમાં 6 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો કર્યો હતો, જે આજથી અમલમાં આવ્યો છે. એ જ રીતે, રસોડામાં પહોંચતા પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં પ્રતિ SCM રૂ. 3.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના અન્ય શહેર પુણેની વિતરક કંપની ટોરેન્ટ ગેસે પણ કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે પૂણેમાં સીએનજીની કિંમત 62.90 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જે ગઈકાલ સુધી 68.90 રૂપિયા પ્રતિ કિલો હતી.
Ukraine Crisis/ રશિયન સૈનિકો કુતરાનું માંસ ખાવા બન્યાં મજબુર …!
ગુજરાત/ શુ ગુમ થયેલી દરેક દીકરી કોઈ ને લઈ ને ભાગી જ જતી હોય છે…?
Business/ ગુજરાત સરકારની પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ દર ત્રણ મહિને યુનિટ દીઠ 10 પૈસા વધારી શકે છે!