દેશમાં એક તરફ કોરોનાનાં દૈનિક નવા કેસ લોકોને ડરાવી રહ્યા છે અને બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી વધી રહેલા પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પણ સામાન્ય માણસ માટે એક મોટી ચિંતાનો વિષય છે.
આપને જણાવી દઇએ કે, બે દિવસની રાહત બાદ આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 19 પૈસા અને ડીઝલ 29 પૈસા મોંઘુ થયું છે. દેશભરમાં પેટ્રોલનાં ભાવમાં 17 થી 20 પૈસા અને ડીઝલનાં ભાવમાં 28 થી 31 પૈસાનો વધારો થયો છે. મંગળવારે ડીઝલનો ભાવ 29 થી 31 પૈસા વધ્યો હોવાનું જાણવા મળ્યુ છે, જ્યારે પેટ્રોલની કિંમત પણ 24 થી 27 પૈસા વધી છે. નોંધપાત્ર વાત એ છે કે પાંચ રાજ્યોનાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી તેલનાં ભાવોમાં વધારો થઈ રહ્યો છે.
તણાવનો માહોલ / ગઢચરોલીમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા
પેટ્રોલનનો આજનો ભાવ
પેેટ્રોલનો સતત વધતો ભાવ હવે સામાન્ય માણસ માટેે ચિંતાનો વિષય બની ગયો છે. આજે પેટ્રોલનાં ભાવની વાત કરીએ તો દિલ્હીમાં આજે પેટ્રોલ લિટર દીઠ 93.04 રૂપિયા, મુંબઈમાં 99.32 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 94.71 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 93.11 રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુંમાં 96.14 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં 101.11 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 90.79 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 95.41 રૂપિયા પ્રતિ લિટર છે.
ડીઝલનો આજનો ભાવ
ડીઝલનો સતત વધતો ભાવ હવે સામાન્ય માણસ માટેે ચિંતાનો વિષય બની ગયો છે. આજે ડીઝલનાં ભાવની વાત કરીએ તો દિલ્હીમાં આજે ડીઝલ લિટર દીઠ 83.80 રૂપિયા, મુંબઈમાં 91.01 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 88.62 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 86.64 રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુંમાં 88.84 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં 92.21 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 84.26 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 95.41 રૂપિયા પ્રતિ લિટર છે.
એરફોર્સ ચિંતિત / પંજાબમાં મોટી દુર્ઘટના, ફાઇટર જેટ મિગ-21 થયુ ક્રેશ
મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલ અત્યાર સુધીમાં 11 વખત મોંઘું થઈ ગયું છે. તેલનાં સતત વધતા ભાવને કારણે, દિલ્હીમાં પેટ્રોલનો દર માત્ર 11 દિવસમાં 2.64 રૂપિયા વધી ગયો છે, જ્યારે ડીઝલ આ મહિને 3.07 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. આપને જણાવી દઇએ કે, દરરોજ સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે.