ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો

મંગળવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલનો ભાવ 24 થી 27 પૈસા અને ડીઝલનો ભાવ 29 થી 31 પૈસા વધ્યો છે. એક દિવસ છોડીને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.

Business
petrol 68 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો

મંગળવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલનો ભાવ 24 થી 27 પૈસા અને ડીઝલનો ભાવ 29 થી 31 પૈસા વધ્યો છે. એક દિવસ છોડીને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે પેટ્રોલનાં ભાવમાં વધારો થયો હતો, જ્યારે સોમવારે કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ આજે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે 16 મેનાં રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ 24 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 27 પૈસા પ્રતિ લીટર મોંઘુ કર્યું હતું. પાંચ રાજ્યોનાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી તેલનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે.

વાવાઝોડાની રાજકોટમાં અસર / રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, આજી-2 ડેમ થયો ઓવરફ્લો

આજનાં પેટ્રોલનાં ભાવ:

આપને જણાવી દઇએ કે, દેશની રાજધાની દિલ્હીમાં 92.85 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 99.14 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 94.54 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 92.92 રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુંમાં 95.84 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં 100.91 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 90.57 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 95.05 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ નોંધાયો છે.

આજનો ડીઝલનો ભાવઃ

આપને જણાવી દઇએ કે, દેશની રાજધાની દિલ્હીમાં 83.51 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 90.71 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 88.34 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 86.35 રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુંમાં 88.53 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 83.89 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 88.75 રૂપિયા પ્રતિ લિટર ડીઝલનો ભાવ નોંધાયો છે.

વાવાઝોડાનું સંકટ / રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ

મે મહિનાથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ 10 વખત મોંઘુ થઈ ચુક્યું છે. તેલનાં સતત વધતા ભાવને કારણે, દિલ્હીમાં પેટ્રોલનો દર માત્ર 10 દિવસમાં 2.45 રૂપિયા વધ્યો છે, જ્યારે ડીઝલ આ મહિને 2.78 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. ધ્યાન રાખો કે દરરોજ સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. જોકે કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમતો 100 ને વટાવી રહી છે. મહારાષ્ટ્રનાં નાંદેડમાં પેટ્રોલ રૂ. 100.54, રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલ 102 રૂપિયા પ્રતિ લીટર, જેસલમેરમાં પેટ્રોલ રૂ.100.97, મધ્યપ્રદેશનાં અનુપુરમાં પેટ્રોલ 102.12, નાગરાબંધમાં 103.31 રૂપિયા, રેવા લિટર દીઠ 102.30 રૂપિયા અને ભોપાલમાં પ્રતિ લિટર રૂ.100.91 પર વેચાઇ રહ્યું છે.

 kalmukho str 14 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો