ભારતમાં આજે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારી તેલ કંપનીઓએ સતત બે અઠવાડિયાથી તેલનાં ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પહેલા દિલ્હીની સરકારી તેલ કંપનીઓએ 20 નવેમ્બરથી 15 હપ્તામાં પેટ્રોલનાં ભાવમાં 2.65 રૂપિયા વધારો કર્યો હતો. જ્યારે ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર રૂ.3.41 નો વધારો કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં આજે 21 ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલનાં કાલનાં ભાવ 83.71 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનાં કાલનાં ભાવ 73.87 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ સ્થિર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 90.34 રૂપિયા છે. ડીઝલ 80.51 રૂપિયા પ્રતિ લિટરનાં દરે વેચાઇ રહ્યું છે. કોલકાતામાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 85.19 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 77.44 રૂપિયા છે. ચેન્નઇમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલનાં ભાવ પ્રતિ લિટર 86.51 રૂપિયા અને ડીઝલનાં ભાવ 79.21 રૂપિયા પ્રતિ લિટર છે.
બેંગલુરુમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલનાં ભાવ પ્રતિ લિટર 86.51 રૂપિયા અને ડીઝલનાં ભાવ પ્રતિ લિટર 78.31 રૂપિયા છે. મહત્વનું છે કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. તમે એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં દૈનિક દરને પણ જાણી શકો છો.
budget / રેલ્વેને નુકસાનમાંથી નિકળવા માટે લાગશે લાંબો સમય, બજેટમાં વધ…
London / ભાગેડુ માલ્યાનાં કિંગફિશર દેવા મામલે ભારતીય બેંક લંડન હાઈકોર…
removed / આ કંપનીના ભારતીય પ્લાન્ટના વાઇસ પ્રેસિડેન્ટને હટાવાયા, કર્મચ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…