Not Set/ જો તમારે તમારા વાહનમાં એક લિટર પેટ્રોલ ભરાવવું હોય તો આજે 103 રૂપિયા થશે : છેલ્લા 15 દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ.9.20નો વધારો

ભાવ ઘટાડાની વાત આવશે ત્યારે આ કંપનીઓ એક કે બે રૂપિયા ઘટાડી દેશે અને કહેશે પેટ્રોલમાં ભાવ ઘટાડ્યો પરંતુ પહેલા પૈસો કરીને દસ રૂપિયા વધાર્યા

India
પેટ્રોલ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમત ૧૦૦ ડોલર પ્રતિ બેરલ છે પરંતુ ભારતીય બજારમાં તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી જ રહી છે. સામાન્ય માણસની આમદનીમાં વધારો ઓછો અને મોંઘવારી (પેટ્રોલ)નો વાર વધુ થઇ રહ્યો છે.

રોજના ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની કમાણી કરતા માણસ માટે વધતા જતા પેટ્રોલના ભાવ ચિંતાનો વિષય બની ગયો છે. જેમ ટીપે ટીપે સરવોર ભરાય તેમાં તેલ કંપનીઓ ધીરે ધીરે પેટ્રોલનો ભાવ વધારી રહી છે અને છેલ્લા પંદર દિવસમાં એક બે નહિ પરંતુ પુરા નવ રૂપિયાનો વધારો કર્યો છે. જયારે ભાવ ઘટાડાની વાત આવશે ત્યારે આ કંપનીઓ એક કે બે રૂપિયા ઘટાડી દેશે અને કહેશે પેટ્રોલમાં ભાવ ઘટાડ્યો પરંતુ પહેલા એક એક પૈસો કરીને નવ દસ રૂપિયા વધાર્યા તેનું શું?

છેલ્લા પંદર દિવસની વાત કરવામાં આવે તો ૨૨ માર્ચથી પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પંદર દિવસમાં રોજ પેટ્રોલનો ભાવ બદલાયો છે માત્ર ૨૪ માર્ચના રોજ ભાવમાં કોઈ બદલાવ જોવા મળ્યો નહોતો. એક એક પૈસો કરીને અત્યાર સુધીમાં 9 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. ઇન્ડિયન ઓઈલ કંપનીઓએ આજે 5 એપ્રિલ અને મંગળવારના રોજ 80.80 પૈસાનો વધારો કર્યો છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) નાં લેટેસ્ટ અપડેટ અનુસાર રાજધાની દિલ્હીમાં 104.61, ડીઝલ 95.87 પ્રતિ લિટર થઇ ગયો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 119. 67 અને ડીઝલના 103.92 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો આજનો ભાવ 103 રૂપિયા પ્રતિલિટર થઇ ગયો છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલના 200 દિવસ : ઓછા સમયમાં ઘણી સિદ્ધિઓ

આ પણ વાંચો  જો તમારું HDFC બેંકમાં ખાતું છે, તો જાણો મર્જર પછી શું થશે?

આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટ સાથે કરી વાત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

આ પણ વાંચો :તમારું બાળક રમકડાં તોડે નહીં તો ચિંતા કરજો કે તે ગંભીર બીમારીનો ભોગ તો નથી બન્યુંને?