બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તાજેતરમાં જ તેમના ભાઈ અરબાઝ ખાનના ઘરે જોવા મળ્યા હતા. જ્યાં તેમની સાથે તેમના પિતા સલીમ ખાન, માતા સલમા અને હેલેન પણ હતા. અરબાઝના ઘરે પરિવાર સાથે ગેટ-ટૂ-ગેઘર થયું હતું.
સલમાન ખાને કોરોના વાયરસથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના ચહેરા પર માસ્ક પહેર્યો હતો.
સલમાન ખાન જલ્દી જ લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની નવી સીઝનનું હોસ્ટિંગ કરતા જોવા મળશે.
સલમાન ખાન થોડા દિવસો પહેલા જ બિગ બોસ 2020 માટે પ્રોમો શૂટ કરી ચુક્યા છે. કોરોનાને જોતાં, થીમ આ સમયે એકદમ અલગ હશે.
સલમાન ખાને પાનવેલ ફાર્મહાઉસથી બિગ બોસનો પ્રોમો પણ શૂટ કર્યો છે.
અરબાઝ ખાનની આ ફેમિલી પાર્ટીમાં યુલિયા વંતુર અને વલુશા ડિસુઝા પણ પરિવાર સાથે જોવા મળી હતી.
આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ કોરોના વાયરસના સંરક્ષણની પણ કાળજી લીધી હતી. બધા તેમના ચહેરા પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.