સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુને 100 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. પરંતુ તેનો કેસ હજી ઉકેલાયો નથી. સોશિયલ મીડિયા પર ન્યાય મેળવવા ચાહકો સતત અભિયાન ચલાવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ પણ સતત આ અભિયાન સાથે જોડાયેલી રહે છે અને પોસ્ટ્સ શેર કરી રહી છે. આ વખતે તેણે સુશાંત સિંહ રાજપૂતનાં બાળપણની કેટલીક ન જોઈ હોય તેવી તસ્વીર શેર કરી છે. આ ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આ તસ્વીર શેર કરતાં લખ્યું: “તે જગમગાતી આંખો… અંદરની પવિત્રતા દર્શવે છે”. રવિવારે શ્વેતા સિંહ કીર્તિએ સુશાંતના બાળપણની ન જોઈ હોય તેવી તસ્વીર શેર કરી હતી, જે ચાહકોએ હજી સુધી જોઇ ન હોય. આ ફોટો 1.5 લાખથી વધુ વખત જોવામાં આવી છે. ચાહકો પણ આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની કારકિર્દીની વાત કરીએ તો તેણે ટીવી સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, સુશાંતે સિરીયલ ‘પવિત્ર રિશ્તા’થી લોકોનું દિલ જીતવા માટે કોઈ કસર છોડી નહોતી. સુશાંત સિંહ રાજપૂતે ‘કાય પો છે’ ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને તે પછી તે ‘શુદ્ધ દેશી રોમાંસ’ અને ‘એમએસ ધોની’ જેવી ઘણી જબરદસ્ત ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતને સૌથી વધુ ઓળખ ધોનીની બાયોપિકથી મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.