વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ડિસ્કવરી પર પ્રસારિત થનાર શો Man vs Wildમાં જોવા મળશે. શોના હોસ્ટે તેનો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અહીં આ શુટની કેટલીક શ્રેષ્ઠ તસવીરો સામે આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ડિસ્કવરી પર આવતા મહિને રિલીઝ થનારા શો Man vs Wildમાં જોવા મળશે. શોના હોસ્ટ બિઅર ગ્રિલે આ આગામી એપિસોડનાં પ્રોમોને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આ એપિસોડમાં, પીએમ નરેન્દ્ર મોદી એક અલગ લુકમાં જોવા મળશે, જે આજ સુધી કોઈએ જોયું નથી. આ શો ડિસ્કવરી પર આવતા મહિને 9 ઓગસ્ટનાં રોજ પ્રસારણ કરવામાં આવશે.
પીએમ મોદી સાથેનો આ ખાસ એપિસોડ વિશ્વનાં 180 દેશોમાં પ્રસારિત કરવામાં આવશે. આ વિશેષ એપિસોડ પર્યાવરમાં આવી રહેલા પરિવર્તનને લગતા મુદ્દાઓ પર આધારિત હશે.
ડિસ્કવરી ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ખાસ એપિસોડનું શૂટિંગ ભારતનાં જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં બિઅર ગ્રિલ્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ એપિસોડમાં વન્યપ્રાણી સંરક્ષણમાં તેની ચર્ચા કરવામાં આવશે.
એક નિવેદનમાં વડા પ્રધાને કહ્યું કે, હું કુદરતની વચ્ચે ઘણાં વર્ષોથી પર્વતો અને જંગલોમાં રહ્યો છું. તે દિવસોની મારા જીવન પર માઢી અસર છે. તેથી જ્યારે મને રાજકારણ ઉપરાંતનાં જીવન પર આધારિત આ વિશેષ એપિસોડમાં ભાગ લેવા કહેવામાં આવ્યું અને તે પણ પ્રકૃતિની વચ્ચે ત્યારે હુ તેમાં ભાગ લેવા માટે ખૂબ જ ઇચ્છુક હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “મારા માટે, આ શો વિશ્વને ભારતની સમૃદ્ધ પર્યાવરણીય વારસો અને પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ સાથે સંકલનનું મહત્વ બતાવવાની તક દર્શાવે છે.
બિઅર ગ્રિલ્સ સાથે, જંગલમાં ફરીથી સમય પસાર કરવાનો એક મહાન અનુભવ રહ્યો છે. ગ્રિલ્સ જે એક ઊર્જાનાં ધની છે અને તેઓ પ્રકૃતિને તેના સૌથી શુદ્ધરૂપમાં શોધવામાં હંમેશા વ્યસ્ત રહે છે.
આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક કારમાં બેઠા છે અને શૂટિંગ સ્થળ પર જઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલ આ વિડિયોને 50 હજાર કરતા વધુ લોકો લાઇક્સ અને 23 હજારથી વધુ વખત રિટ્વીટ કરી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.